એક કરોડ રૂપિયા મોકલાવવાની વાત કેમ કહી શરદ પવારે?

મુંબઈ: કોલ્હાપુરના એક નાટ્યગૃહમાં આગ લાગતા તે બળીને કકડભૂસ થઇ ગયો હોવાની ઘટનાને પગલે એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ-શરદચંદ્ર પવાર)ના અધ્યક્ષ શરદ પવારે તાત્કાલિક આર્થિક સહાય મોકલાવવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો : લાડકી બહેનોને સીએમએ આપ્યો ઝાટકો, 1 સપ્ટેમ્બરથી અરજી કરનારાઓને મળશે માત્ર…..
આગ લાગવાના કારણે કોલ્હાપુરનું કેશવરાવ ભોંસલે નાટ્યગૃહ બળીને ખાખ થઇ ગયું હતું અને તેને ફરી ઊભું કરવા માટે એક કરોડ રૂપિયાની આર્થિક સહાય બે જ દિવસમાં મોકલાવવાની જાહેરાત શરદ પવાર દ્વારા કરવામાં આવી હતી.
ફક્ત બે જ દિવસમાં એક કરોડ રૂપિયાનો ચેક મોકલાવવાનું કહેતા શરદ પવારે જણાવ્યું હતું કે રાજ્યસભાના સાંસદ તરીકે અમને પાંચ કરોડ રૂપિયાનું ભંડોળ આપવામાં આવે છે. મેં હમણાં જ સેક્રેટરીને તેમાંથી કેટલું ભંડોળ બચ્યું છે તેની તપાસ કરવા જણાવ્યું હતું. તેણે મને એક કરોડ રૂપિયાનું ભંડોળ બાકી હોવાની જાણ કરી હતી. એ બે દિવસમાં એક કરોડ રૂપિયાનો ચેક નાટ્યગૃહ માટે મોકલાવવા સૂચના આપી દીધી છે.
આ પણ વાંચો : મુંબઈને કરાશે ‘રૅબીઝ-મુક્ત’ ૨૮ સપ્ટેમ્બરથી ‘રૅબીઝ-મુક્ત’ અભિયાન હેઠળ મુંબઈમાં રસીકરણ થશે
આ ઉપરાંત કોલ્હાપુરના બધા જ લોકપ્રતિનિધિઓને પોતાના ભંડોળમાં રહેલી રકમમાંથી 20 ટકા રકમ નાટ્યુગૃહના પુન:નિર્માણ માટે મોકલાવવાનું આહ્વાન કર્યું હતું. સાંસદ શાહુ છત્રપતિ અને બંટી પાટીલે આ માટે ભંડોળ આપ્યું હોવાનું પણ શરદ પવારે આ દરમિયાન જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે શોર્ટ સર્કિટના કારણે સંગીતસૂર્ય કેશવરાવ ભોંસલે નાટ્યુગૃહમાં લાગેલી આગને પગલે તેને ફરી ઊભું કરવા માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ 20 કરોડ રૂપિયાની મદદ જાહેર કરી છે.