આમચી મુંબઈટોપ ન્યૂઝ

મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે તણાવ: ફડણવીસ સરકાર બસોમાં માર્શલ અથવા પોલીસ તૈનાત કરી શકે છે…

કર્ણાટકમાં મહારાષ્ટ્રની બસ પર થયેલા હુમલા બાદ, રાજ્યના પરિવહન પ્રધાને કહ્યું છે કે સરકાર કર્ણાટક જતી બસોમાં માર્શલ અથવા પોલીસ તૈનાત કરવાની વિચારણા છે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ
: કર્ણાટકમાં મહારાષ્ટ્ર બસ પર થયેલા હુમલા બાદથી બંને રાજ્યો વચ્ચે તણાવનું વાતાવરણ છે. આ દરમિયાન, મહારાષ્ટ્ર સરકારના પરિવહન ખાતાના પ્રધાન પ્રતાપ સરનાઈકે એક મોટું નિવેદન આપ્યું છે. સરનાઈકે જણાવ્યું હતું કે રાજ્ય પરિવહન કર્મચારીઓ પરના હુમલાને પગલે, મહારાષ્ટ્ર સરકાર કર્ણાટક જતી બસોમાં સુરક્ષા માર્શલ અથવા પોલીસ કર્મચારીઓને તૈનાત કરવાનું વિચારી રહી છે.

Also read : ભાજપના પ્રધાન ગણેશ નાઈકનો શિંદેના ગઢમાં જનતા દરબાર

મહારાષ્ટ્રના પરિવહન ખાતાના પ્રધાન પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે, ‘પરિવહન પ્રધાન તરીકે, મારે મારા મુસાફરોની સલામતી વિશે વિચારવું પડશે. જો કેટલાક અસામાજિક તત્વો નુકસાન પહોંચાડતા હશે, તો આપણે કર્ણાટક જતી આપણી સરકારી બસોમાં સુરક્ષા માર્શલ અથવા પોલીસ કર્મચારીઓને તૈનાત કરવા વિશે વિચારવું પડશે. મરાઠી આપણું ગૌરવ છે અને આપણે આપણા મુસાફરોની સુરક્ષાનું ધ્યાન રાખવું પડશે અને રાજ્ય કેબિનેટની બેઠકમાં પણ આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. મહારાષ્ટ્રનું પોતાનું ગૌરવ છે અને જો પડોશી રાજ્યના લોકો મહારાષ્ટ્રના લોકોને ધમકી આપતા હોય તો તે સહન કરવામાં આવશે નહીં.

વિવાદ કેમ થયો?
હકીકતમાં, મહારાષ્ટ્રની સરહદે આવેલા બેલગામ જિલ્લામાં, કર્ણાટક રાજ્ય પરિવહન નિગમની બસના કંડક્ટર પર કથિત રીતે એક છોકરીને મરાઠીમાં જવાબ ન આપવા બદલ હુમલો કરવામાં આવ્યો હતો. બીજી તરફ, સગીર છોકરીએ પણ કંડક્ટર પર ‘અભદ્ર વર્તન’નો આરોપ લગાવ્યો છે. આ પછી, બંને રાજ્યોના સરહદી વિસ્તારોમાં તણાવ ફેલાઈ ગયો. આ પછી, ચિત્રદુર્ગમાં કથિત ક્ધનડ ભાષી કાર્યકરો દ્વારા મહારાષ્ટ્ર પરિવહન નિગમની બસ અને તેના ડ્રાઇવર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ પછી, મહારાષ્ટ્રે કર્ણાટક જતી રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસો સ્થગિત કરી દીધી.

Also read : મુંબઈ સ્થિત ફોર્ટના જાણીતા ‘ZARA’ના સ્ટોરને લાગ્યા તાળાં?

બેલગામ જિલ્લો ચર્ચાનો વિષય કેમ?
મહારાષ્ટ્રના રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન યોગેશ કદમે પણ આ બાબતે નિવેદન બહાર પાડ્યું છે. તેમણે કહ્યું હતું કે મુસાફરોને સુરક્ષા પૂરી પાડવાની જવાબદારી કર્ણાટક સરકારની પણ છે. જો તેઓ આમ નહીં કરે, તો મહારાષ્ટ્ર રાજ્ય સરકારને કરવું પડશે. તમને જણાવી દઈએ કે બેલગામને લઈને મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે દાયકાઓથી વિવાદ ચાલી રહ્યો છે. બેલગામમાં મરાઠી ભાષી લોકોની વસ્તી નોંધપાત્ર છે. આ કારણોસર લોકોનો એક વર્ગ માગણી કરે છે કે તેને મહારાષ્ટ્રમાં ભેળવી દેવામાં આવે. ક્ધનડ તરફી કાર્યકરો આ માગણીનો વિરોધ કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button