મહારાષ્ટ્ર સરકાર જમીન વિભાજન કાયદામાં છૂટછાટ આપશે, પહેલી જાન્યુઆરી સુધીના પ્લોટ કાયદેસર બનશે

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે પહેલી જાન્યુઆરી, 2025 સુધીના પ્લોટ વિભાજન સંબંધી કાયદાને રદ કરીને જમીન વિભાજનને કાયદેસરનો દરજ્જો આપશે, એમ રાજ્યના મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ બુધવારે વિધાનસભામાં જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે 50 લાખથી વધુ પરિવારો જમીન વિભાજનના નિયમોથી ઉદ્ભવતા મુદ્દાઓથી પ્રભાવિત થયા હોવાના અહેવાલ છે, તેમણે ઉમેર્યું હતું કે જાન્યુઆરી 2025 પહેલા પડેલા એક ગુંઠા (આશરે 1,089 ચોરસ ફૂટ)ના કદ સુધીના પ્લોટને કાયદેસર ગણવામાં આવશે, જેનાથી નાગરિકોને સત્તાવાર મિલકતના અધિકારો મળી શકશે.
આપણ વાંચો: મહારાષ્ટ્ર સરકારે બાંગ્લાદેશીઓને હાંકી કાઢવા દસ્તાવેજોની તપાસનો આદેશ આપ્યો
જાન્યુઆરી પછી વિભાજન કરાયેલા પ્લોટોએ વિકાસ સત્તામંડળના ધોરણોનું કડક પાલન કરવું પડશે. તેમણે જણાવ્યું હતું કે આ ‘ક્રાંતિકારી પગલું’ (વિભાજિત પ્લોટોને કાયદેસર રીતે માન્યતા આપવાનું) મહારાષ્ટ્ર પ્રાદેશિક અને નગર આયોજન અધિનિયમ અને જમીન વિભાજન કાયદાના ઉલ્લંઘનથી ઉદ્ભવતા મિલકત નોંધણી, બાંધકામ પરવાનગીઓ અને માલિકી સંબંધિત કાનૂની અવરોધોને દૂર કરવાનો પ્રયાસ છે.
પક્ષીય ભેદભાવ ભૂલીને વિધાનસભ્યોએ આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું.