મહારાષ્ટ્ર સરકાર કામદારોની સલામતી માટે ઔદ્યોગિક રિએક્ટર માટે ધોરણો તૈયાર કરશે…

નાગપુર: મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિભાગ ઔદ્યોગિક રિએક્ટરની તપાસણી માટે ધોરણો અને સિસ્ટમ તૈયાર કરશે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે વિધાન પરિષદમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો : આજે થશે ખાતાની ફાળવણી, ફડણવીસ શા માટે ધીમે ધીમે ડગ ભરી રહ્યા છે?
ફડણવીસે વિપક્ષી નેતા અંબાદાસ દાનવેની ઔદ્યોગિક કામદારોને લગતા વિસ્ફોટો અને અન્ય અકસ્માતોને રોકવા માટે બોઈલરની લાઇન પર રિએક્ટર માટે નીતિ બનાવવાની માગણીનો તેઓ જવાબ આપી રહ્યા હતા.
દાનવેએ છત્રપતિ સંભાજીનગર, મુંબઈ, નાસિક અને અન્ય ઔદ્યોગિક વિસ્તારોમાં આવા અકસ્માતોનો ઉલ્લેખ કર્યો હતો, રિએક્ટરનો ઉપયોગ કરતા નાના એકમોમાં કાર્યરત કામદારોની સલામતી અંગે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે બોઈલરના ધોરણે રિએક્ટરના નિયમન માટે નિયમો અને નીતિઓ ઘડી કાઢવાની માગણી કરી હતી.
ફડણવીસે કહ્યું કે રાજ્ય ઔદ્યોગિક વિભાગને તાત્કાલિક ધોરણો ઘડવા અને રિએક્ટરની તપાસણી માટે યંત્રણા સ્થાપિત કરવા માટેના નિર્દેશ કરશે.
આ પણ વાંચો : અગરબત્તી સળગાવવા બાબતે થયેલા વિવાદમાં મરાઠી પરિવાર પર હુમલો, આરોપી થયો સરકારી નોકરીમાંથી સસ્પેન્ડ
ઔદ્યોગિક રિએક્ટર એ એક એવું સાધન છે જેનો ઉપયોગ રસાયણ, ફાર્માસ્યુટિકલ, ખોરાક અને સૌંદર્ય પ્રસાધનો સહિત વિવિધ ઉદ્યોગોમાં રાસાયણિક પ્રતિક્રિયાઓ માટે થાય છે.