આમચી મુંબઈમહારાષ્ટ્ર

निवडणूक संपली: કાંદા અને લસણના ભાવ રડાવશે કે શું?

મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થયા પછી હવે કાંદાની સાથે લસણના ભાવમાં વધારો થવાથી આમ આદમીની ચિંતામાં વધારો થયો છે. કાંદાની પાછળ હવે લસણ અને સરગવાની સિંગમાં પણ તોતિંગ વધારો ઝીંકાતાં હવે સામાન્ય વર્ગ મોંઘવારીને કારણે હેરાનપરેશાન થઇ ગયો છે. જોકે પાલક, મેથી અને અન્ય ભાજીઓ સસ્તી થતાં ગરીબ વર્ગને થોડી રાહતનો અનુભવ થયો હતો.

આ પણ વાંચો : વાપીમાં સીજીએસટી ઈન્સ્પેક્ટર 40,000 રુપિયાની લાંચ લેતા ઝડપાયો, જાણો કેટલો હતો પગાર?

કાંદાના ભાવમાં સતત થઇ રહેલી વધઘટને જોતાં મોન્સૂનમાં કાંદાના ભાવ ૩૫થી ૪૦ રૂપિયા થયા હતા, જે હાલમાં વધીને ૧૦૦ને પાર થઇ ગયા છે. એવી જ રીતે લસણના ભાવ પણ આસમાનને આંબી ગયા છે. પા કિલોનો લસણના ભાવ ચોમાસામાં ૬૦થી ૭૦ રૂપિયા હતા, જે નવરાત્રિના સમયમાં ૮૦, ૧૦૦ અને ૧૨૦ને આંબી ગયા હતા, પણ હવે તેના ભાવ પ્રતિ પા કિલોના ૧૫૦ રૂપિયા ગણવા પડી રહ્યા છે. બટાટાના હાલ પણ આવા જ થઇ ગયા છે. ૩૫થી ૪૦ રૂપિયા કિલોએ વેચાતા બટાટા હવે રિટેલ માર્કેટમાં ૫૦થી ૬૦ રૂપિયા વેચાવાના શરૂ થઇ ગયા છે.

કાંદા અને લસણ બાદ શરગવાની સિંગનો ભાવ પણ ૮૦-૧૦૦થી પાંચ ગણો વધીને ૪૦૦ રૂપિયા પ્રતિકિલો થઇ ગયો હતો. દક્ષિણ ભારતીયોની થાળીમાં સરગવાની સિંગ ખૂબ જ પ્રખ્યાત છે. સાંભાર હોય કે અન્ય કોઇ વસ્તુ બનાવવાની હોય સરગવાની સિંગ તમને અચૂક જોવા મળશે જ.

એવું કહેવાય છે કે ગરીબોના ઘરમાં બીજું કંઇ ન હોય તો છેલ્લે સરગવાની સિંગનું શાક બનતું જોવા મળતું હોય છે. પણ હવે સરગવાની સિંગમાં પણ પાંચ ગણો વધારો ઝીંકાયો હોવાથી ગરીબોની થાળી હવે શરગવાની સિંગથી પણ વંચિત રહેશે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ઈન્ફ્લુએન્ઝાના કેસમાં વધારો, મુંબઈમાં 770થી વધુ દર્દી

જોકે આ તમામ બાબતોમાં તમામ પાલક, તાંદુળ, મેથી જેવી તમામ ભાજીઓના ભાવ ઘટી ગયા હોવાથી ગરીબોને રાહત પહોંચી છે. ભાજીઓની આવક બમણી થઇ જવાને કારણે આવક ઘટી હોવાનું એપીએમસીના વેપારીએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button