આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર HSCનું પરિણામ 2024 જાહેર…. છોકરીઓએ મારી બાજી

CBSE, ICSE પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓના વાલીઓનું ધ્યાન રાજ્ય બોર્ડના પરિણામો પર હતું. મહારાષ્ટ્ર એચએસસી 12મા બોર્ડનું પરિણામ મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (સ્ટેટ બોર્ડ) દ્વારા આયોજિત 12મા બોર્ડ ઑફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશનનું પાસિંગ પર્સેન્ટેજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે 12માનું પરિણામ 93.37 ટકા આવ્યું છે. કોંકણ વિભાગનું સૌથી વધુ 97.51 ટકા પરિણામ જ્યારે મુંબઈ વિભાગનું સૌથી ઓછું 91.95 ટકા પરિણામ આવ્યું છે.

સ્ટેટ બોર્ડના પ્રમુખ શરદ ગોસાવીએ પત્રકાર પરિષદમાં પરિણામ જાહેર કર્યું હતું. આ પ્રસંગે બોર્ડ સેક્રેટરી અનુરાધા ઓક, માણિક બાંગર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે 12મીની પરીક્ષા 21 ફેબ્રુઆરીથી 23 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. આ વર્ષે રાજ્યના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી. તેમાં વિજ્ઞાન પ્રવાહના સૌથી વધુ સાત લાખ 60 હજાર 46 વિદ્યાર્થીઓ, કલા પ્રવાહના ત્રણ લાખ 81 હજાર 982, વાણિજ્ય પ્રવાહના ત્રણ લાખ 29 હજાર 905, વ્યાવસાયિક અભ્યાસક્રમના 37,226, આઈટીઆઈના 4,750 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. રાજ્યમાં 3,320 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી.

આ વર્ષના પરિણામમાં છોકરાઓ કરતા છોકરીઓની પાસ થવાની ટકાવારી વધુ છે. આ વર્ષે 92.60 ટકા છોકરા અને 95.49 ટકા છોકરીઓ પાસ થયા છે. આ વર્ષે પરિણામમાં વધારો થયો છે. વિદ્યાર્થીઓ, વાલીઓ બપોરે 1 વાગ્યાથી ઓનલાઈન પરિણામ જોઈ શકશે. વિદ્યાર્થીઓ mahahsscboard.in, mahresult.nic.in પરથી પરિણામ જોઈ શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button