આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર બોર્ડ 10મા (SSC)નું 95.81% પરિણામ આવ્યું, પરિણામ નીચે આપેલી લિંક પર બપોરે એક વાગે તપાસો

મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશને લાંબી રાહ જોયા બાદ 27 મે, 2024ના રોજ 10માનું પરિણામ જાહેર કર્યું છે. મહારાષ્ટ્ર બોર્ડ 12માનું પરિણામ 21મી મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ MSBSHSE મહારાષ્ટ્ર બોર્ડ 10માનું પરિણામ સત્તાવાર વેબસાઇટ્સ mahresult.nic.in અને mahahsscboard.in પર જોઈ શકે છે. આ વર્ષે મહારાષ્ટ્ર બોર્ડની 10મીની પરીક્ષા 1 માર્ચથી 26 માર્ચની વચ્ચે યોજાઈ હતી. આ વર્ષે, મહારાષ્ટ્ર એસએસસી પરીક્ષા માટે 15,60,154 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 1549326 વિદ્યાર્થીઓ પાસ થયા છે. પાસ થવાની ટકાવારી 95.81% છે. કુલ 81,991 વિદ્યાર્થીઓએ 90% અને તેથી વધુ ગુણ મેળવ્યા છે. જ્યારે 80-85% માર્ક મેળવનારા 1,28,772 વિદ્યાર્થીઓ છે. 1,82,033 વિદ્યાર્થીઓએ 75-80% માર્ક મેળવ્યા છે.

મહારાષ્ટ્ર SSC પરિણામ રોલ નંબર અને ઉમેદવારોની માતાના પ્રથમ નામનો ઉપયોગ કરીને ચકાસી શકાય છે.
જો મહારાષ્ટ્ર બોર્ડની વેબસાઈટ ક્રેશ થઈ જાય, તો વિદ્યાર્થીઓ અન્ય વેબસાઈટ પરથી પણ તેમના પરિણામ જોઇ શકે છે. આ વેબસાઇટ છે –
sscresult.mkcl.org
sscresult.mahahsscboard.in
results.digilocker.gov.in

પુણે, નાગપુર, છત્રપતિ સંભાજીનગર, મુંબઈ, કોલ્હાપુર, અમરાવતી, નાસિક, લાતુર અને કોંકણ એમ તમામ 9 વિભાગો માટે એસએસસીનું પરિણામ એક સાથે જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ બપોરે 1 વાગ્યાથી વેબસાઇટ પર તેમના પરિણામ જોઈ શકશે. મહારાષ્ટ્ર બોર્ડના ધોરણ 10માનું પરિણામ તપાસ્યા પછી, તમે અધિકૃત વેબસાઇટ પરથી જ કામચલાઉ માર્કશીટ ડાઉનલોડ કરી શકો છો.

મહારાષ્ટ્ર SSC પરિણામ 2024 કેવી રીતે તપાસવું?ઃ
1) અહીં ઉલ્લેખિત સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
2) SSC પરિણામ 2024 પેજ ખોલો.
3) તમારો રોલ નંબર અને માતાનું પ્રથમ નામ આપો.
4) જ્યારે થઈ જાય, તેને સબમિટ કરો અને તમારું પરિણામ તપાસો.
આ વર્ષે, મહારાષ્ટ્ર એસએસસી પરીક્ષામાં વિદ્યાર્થીઓની પાસ ટકાવારી 1.98 ટકા વધીને 95.81% થઇ છે. 2023માં પાસ ટકાવારી 93.83%, 2022માં 96.94%, 2021માં 99.95%, 2020માં 95.30% હતી.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button