આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

શિંદે સરકારે Manoj Jarangeની માંગણીઓ સ્વીકારતા આંદોલનનો અંત આવ્યો

મુંબઈ: મહારાષ્ટ્રમાં અનામત માટે મરાઠા આંદોલનને સમાપ્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે. એકનાથ શિંદેની મહાયુતિ સરકારે મરાઠા આરક્ષણને લઈને મનોજ જરાંગેની તમામ માંગણીઓ સ્વીકારી લીધી છે અને આ અંગે વટહુકમ બહાર પાડ્યો છે. મનોજ જરાંગે આજે લાખો મરાઠા લોકો સાથે મુંબઈમાં પ્રવેશ કરવાના હતા. પરંતુ મધરાતે પ્રધાન મંગલ પ્રભાત લોઢા અને પ્રધાન દીપક કેસરકરે મનોજ જરાંગેને મરાઠા આરક્ષણ સંબંધિત એક ડ્રાફ્ટ આપ્યો હતો. ત્યારબાદ મનોજ જરાંગે જણાવ્યું હતું કે હવે આ આંદોલનને સમેટી લેવામાં આવશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સારું કામ કર્યું છે. અને એટલે જ અમારો વિરોધ હવે સમાપ્ત થઈ ગયો છે.

અમારી વિનંતી સ્વીકારવામાં આવી છે. અમે સરકારનો પત્ર સ્વીકારીએ છીએ અને હું શનિવારે એટલે કે આજે મુખ્ય પ્રધાન સાથે જ્યુસ પીને મારા અનશન તોડીશ. નોંધનીય છે કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ 26 જાન્યુઆરીના રોજ મધરાતે મરાઠા આરક્ષણ માટે આંદોલન કરી રહેલા કાર્યકર્તા મનોજ જરાંગેને પોતાની વિવિધ માંગણીઓ માટે એક ડ્રાફ્ટ મોકલ્યો હતો. મુખ્ય પ્રધાન કાર્યાલય દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે શિંદેએ માંગણીઓ અંગે ચર્ચા કરવા અધિકારીઓ સાથે બેઠકો પણ કરી હતી અને બાદમાં કામદારોને મળવા માટે ડ્રાફ્ટ તેમના પ્રતિનિધિમંડળ સાથે મોકલ્યો હતો.

મનોજ જરાંગેની માંગ આ પ્રમાણે છે કે મરાઠા સમાજના લોકો કે જે OBC હેઠળ આવે છે તેમને સરકારી નોકરીઓ અને શિક્ષણમાં આરક્ષણ મળવું જોઈએ. એટલે કે મરાઠા સમુદાયને ફૂલપ્રૂફ આરક્ષણ મળવું જોઈએ. જ્યાં સુધી તમામ મરાઠાઓને અનામતનો લાભ નહીં મળે ત્યાં સુધી તેઓ પોતાના ઘરે જશે નહીં.


તેમજ અનામત આંદોલનકારીઓ સામે નોંધાયેલા તમામ ગુનાઓ રદ કરવા જોઈએ. જરાંગે એ પણ માગણી કરી હતી કે મહારાષ્ટ્ર સરકાર મરાઠા સમુદાયના આર્થિક અને સામાજિક પછાતપણાના સર્વેક્ષણ માટે ભંડોળ પૂરું પાડે. મરાઠાઓને કુણબી જાતિનું પ્રમાણપત્ર આપતો સરકારી આદેશ પસાર થવો જોઈએ અને તેમાં મહારાષ્ટ્ર શબ્દનો સમાવેશ થવો જોઈએ. નોંધનીય છે કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પણ મરાઠા આરક્ષણને લઈને જરાંગેના નેતૃત્વમાં આંદોલન થયું હતું, આ આંદોલનમાં હિંસા ભડકી હતી .

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?