મહિલા સહકારી મંડળીઓનું રજિસ્ટ્રેશન કરીને સરકારી કોન્ટ્રાક્ટ આપવામાં આવશે: ફડણવીસ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મહિલા સહકારી મંડળીઓનું રજિસ્ટ્રેશન કરીને સરકારી કોન્ટ્રાક્ટ આપવામાં આવશે: ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે જણાવ્યું હતું કે, સરકાર ટૂંક સમયમાં મહિલા સહકારી મંડળીઓની નોંધણી કરશે અને ઉદ્યોગ, વાણિજ્ય અને વેપારમાં તેમની ભાગીદારી મજબૂત કરવા માટે તેમને કોન્ટ્રાક્ટ આપશે.

અહીં એક કાર્યક્રમને સંબોધતા, ફડણવીસે એવી સ્પષ્ટતા કરી હતી કે 2024ની રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલા જાહેર કરાયેલી કોઈપણ કલ્યાણકારી યોજનાઓ આગામી પાંચ વર્ષ સુધી બંધ કરવામાં આવશે નહીં..

આપણ વાંચો: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જાહેર નેતા ગોપીનાથ મુંડેની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કર્યું…

‘મહિલા સહકારી મંડળીઓની રચના અને નોંધણી કરવામાં આવશે અને સરકાર ટૂંક સમયમાં તેમને કોન્ટ્રાક્ટ આપવાનો નિર્ણય લેશે. અમે રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા વર્ક ઓર્ડરમાં મહિલા સહકારી મંડળીઓના અધિકારો અને હિસ્સા સ્થાપિત કરવા અંગે પણ નિર્ણય લઈશું, એમ તેમણે કહ્યું હતું.

સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને 50 ટકા અનામત આપવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સીમાચિહ્નરૂપ નિર્ણયનો ઉલ્લેખ કરતા, ફડણવીસે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત વિકસિત દેશોના વૈશ્ર્વિક ઉદાહરણને અનુસરી રહ્યું છે જ્યાં મહિલાઓ માટે સમાન તકોએ વિકાસમાં ફાળો આપ્યો છે.

‘આગામી 20 વર્ષોમાં ભારત વિશ્ર્વનું પ્રથમ કે બીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનશે. આ યાત્રામાં મહિલાઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે,’ એમ તેમણે કહ્યું હતું. હળવા શબ્દોમાં, ફડણવીસે એવી ટિપ્પણી કરી કે 50 ટકા અનામત આવ્યા પછી મહિલાઓની સંમતિ વિના કોઈ નિર્ણય લઈ શકાશે નહીં.

આપણ વાંચો: ઓબીસી અનામત સાથે ચૂંટણી: સુપ્રીમ કોર્ટના ચુકાદા પર દેવેન્દ્ર ફડણવીસે કહ્યું ઓબીસી અનામત અંગેના આ ચુકાદાના બે અર્થ થાય છે

જ્યારે મહિલાઓને ઘણીવાર ઘરોમાં ‘ગૃહપ્રધાન’ તરીકે ઓળખવામાં આવતી હતી, ત્યારે પીએમ મોદીએ હવે તેમને શાસનમાં અગ્રણી ભૂમિકા ભજવવાની સત્તા આપી છે, એમ તેમણે કહ્યું હતું. મુખ્ય પ્રધાને 2024ની રાજ્ય ચૂંટણીમાં શાસક ગઠબંધનને મળેલા પ્રચંડ જનાદેશનો ઉલ્લેખ કરીને, ‘મત ચોરી’ના આરોપ કરવા બદલ વિપક્ષી નેતાઓની ટીકા કરી હતી.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આડકતરો કટાક્ષ કરતા, ફડણવીસે કહ્યું હતું કે નેતાઓએ અગાઉ વિદેશમાં ભારતને ‘બદનામ’ કર્યા પછી દેશમાં મહારાષ્ટ્રની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

‘મહારાષ્ટ્રમાં 2024ની વિધાનસભા ચૂંટણીમાં તેમની (વિપક્ષ) સાથે જે બન્યું તેનું બિહારમાં પણ પુનરાવર્તન થશે, કારણ કે મોદી જેવા નેતાને દેશમાં મહિલાઓની શક્તિનો ટેકો છે,’ એમ તેમણે કહ્યું હતું.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button