આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

વકફ કાયદો બનતાની સાથે જ મહારાષ્ટ્ર સરકાર એક્શનમાં; વિરોધ પક્ષના નેતાની ચિંતા વધશે?

મુંબઇ: ભારે વિવાદ બાદ સંસદના બંને ગૃહમાં પસાર થયા બાદ હવે વકફને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે અને આથી હવે વકફ સંશોધન ખરડો હવે કાયદો બની ગયો છે. ત્યારે કાયદો બનતાની સાથે મહારાષ્ટ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને વકફ જમીન પરના કબજો કરનારા અને તેમાં સામેલ લોકો અથવા સંગઠનો સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કોંગ્રેસ અને તેના નેતાઓ પર વકફ જમીન હડપ કરવાનો આરોપ લગાવતા કટાક્ષ કર્યો કે હવે કાયદો અમલમાં આવ્યા પછી, આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

હવે મળશે કાર્યવાહી કરવાની સુવિધા

મીડિયા સાથે વાત કરતા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, “કોંગ્રેસના નેતાઓએ એક મોટા કૌભાંડમાં વકફ જમીન હડપી લીધી છે. કેન્દ્ર દ્વારા બનાવવામાં આવેલ નવો કાયદો અમને આ બાબતમાં પારદર્શિતા લાવવામાં મદદ કરશે… બદલામાં અમે ગરીબ મુસ્લિમોના જીવનમાં પરિવર્તન લાવીશું. હાલના કાયદામાં, અમે જોયું છે કે જો કોઈ વકફ જમીન હડપ કરે છે, તો તેના માટે કોઈ જોગવાઈ નથી, પરંતુ સુધારા દ્વારા, અમને તેની સામે કાર્યવાહી કરવાની સુવિધા મળી છે.”

મરાઠવાડામાં વકફની 60 ટકા જમીન પર કબજો

કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં વકફ એક્ટ પસાર કર્યા બાદ તેનો સતત વિરોધ થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર વક્ફ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા આંકડા દર્શાવે છે કે રાજ્યની અડધાથી વધુ જમીન પર દબાણ થયેલું છે. અહીં વક્ફ પાસે 92,247 એકરમાં ફેલાયેલી 23,566 મિલકતો છે. જો દબાણની વાત કરીએ તો મરાઠવાડામાં વકફની મહત્તમ 60 ટકા જમીન પર કબજો છે.

મહારાષ્ટ્રમાં વકફ જમીન પર કબજો

મહારાષ્ટ્રમાં વકફ જમીન પર કબજાની વાત કોઇ નવો મુદ્દો નથી. 18 વર્ષ પૂર્વે આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા બાદ, તત્કાલીન રાજ્ય સરકારે 2007માં જમીનના સંચાલનની તપાસ માટે એ. એ. ટી. શેખ આયોગની રચના કરવામાં આવી હતી. આયોગે 2015 માં પોતાનો અહેવાલ સોંપ્યો હતો જેમાં કોંગ્રેસ અને એનસીપીના ઘણા નેતાઓના નામ સામેલ હતા. કમિશને આ લોકો સામે કાર્યવાહી કરવાની અને જમીન વક્ફ બોર્ડને પરત કરવાની ભલામણ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

આપણવાંચો:VIDEO: રામનવમીનો અયોધ્યાથી લઈને દેશભરમાં અનેરો ઉત્સાહ; અનેક રાજ્યોમાં પોલીસ એલર્ટ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button