49 વર્ષના સરપંચ શા માટે બન્યા 71 વર્ષના વૃદ્ધા? જાણો આ મહિલાનું કારસ્તાન…
મુંબઈ: લાડકી બહેન યોજનાના દર મહિને મળતા 1,500 રૂપિયા મેળવવા માટે અનેક લાભ મેળવવા અપાત્ર હોવા છતાં અરજી કરતા હોવાના અમુક કિસ્સા સામે આવ્યા છે ત્યારે વૃદ્ધાઓ માટે ચાલતી સરકારની યોજના અંતર્ગત એક મહિલા સરપંચનો પણ સમાવેશ થયો છે.
આ પણ વાંચો : રાજકારણ દિવસ-રાત ગાળો ખાવાનો ધંધો: આવું કેમ કહ્યું દેવેન્દ્ર ફડણવીસે?
વૃદ્ધાઓને આર્થિક સહાય આપતી સરકારની યોજનાનો લાભ મેળવવા માટે મહિલા 49 વર્ષની મહિલા સરપંચે 71 વર્ષની હોવાનો ડોળ રચ્યો હતો. આ માટે મહિલા સરપંચે ખોટી જન્મતારીખ નોંધાવેલું નકલી આધારકાર્ડ પણ બનાવ્યું હતું અને ચેલ્લાં સાત-આઠ વર્ષથી યોજનાનો લાભ લઇ રહી હતી.
મહિલા સરપંચનું નામ રેખા જ્ઞાનેશ્વર ગભળે હોવાનું તેમ જ તે પિંપળગાવ-ક્ધહળગાવ ખાતેની સરપંચ હોવાનું જાણવા મળ્યું હતું. ગભળેએ સેતુ કેન્દ્રમાં નકલી આધાર કાર્ડ તૈયાર કરાવ્યું હતું. તેની પાસેથી એક જ નંબરના બે આધાર કાર્ડ મળી આવ્યા હતા. એક કાર્ડ ઉપર તેની જન્મતારીખ 10 નવેમ્બર 1975 જ્યારે બીજા આધાર કાર્ડ પર 1 જાન્યુઆરી 1953 લખવામાં આવી હતી.
આ ચોંકાવનારી જાણકારી સરકારી યોજનાઓનો ખોટો લાભ મેળવનારા બોગસ લાભાર્થીઓને શોધવા માટે મોહાડીના તહેસીલદાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઝુંબેશ દરમિયાન સામે આવી હતી. તે છેલ્લાં આઠ વર્ષથી યોજના અંતર્ગત આપવામાં આવતા માસિક દોઢ હજાર રૂપિયા મેળવતી હતી. હવે તેના વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવશે તેના પર બધાની નજર છે.