મહારાષ્ટ્રમાં વિસર્જનને કારણે 22 લોકોના મોત

મુંબઈ: થાણે, મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં આ વર્ષે ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી, જ્યારે ભક્તો માટે એક જ મનની મુરાદ હતી કે બાપ્પા અમારા દુઃખો દૂર કરીને આગલા વર્ષે જલ્દી આવજો.
જોકે આ વર્ષે આનંદ ઉલ્લાસ સાથે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું પણ રાજ્યમાં આ જ વિસર્જનને કારણે અલગ અલગ જગાએ 22 લોકોના મોત થયા હોવાનું જણાવ્યું હતું.
મુંબઈમાં ગણેશ વિસર્જનના બીજા દિવસે એટલે 33થી 35 કલાક પછી લાલબાગચા રાજાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ વિસર્જનમાં અનેક લોકોના મોબાઇલ સહિત અન્ય કીમતી સામાનની ચોરી થઈ હતી.
આપણ વાંચો: વાહ, ગણેશ વિસર્જન બાદ દરેકે કરવા જેવુ સરાહનીય કામ કર્યું અક્ષય કુમારેઃ જૂઓ વીડિયો
લાલબાગ પરિસરમાંથી 100થી વધુ મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. આ ઉપરાત, કાલાચૌકી ખાતે ચેનચોરી/પાકીટ ચોરીની બનાવ નોંધ્યા હતાં. વિવિધ ચોરીના કેસમાં પોલીસ પ્રશાસન દ્વારા 12 લોકોની ધરપકડ કરી છે.
શાહપુરમાં પાંચ જણ ડૂબ્યા હોવાની માહિતી મળી હતી, જેમાં બે લોકોના મોત થયા હતા. ઉત્તર મહારાષ્ટ્રમાં પણ પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા. પુણેમાં ચાર તો વિદર્ભમાં બે લોકોનાં મોત થયા હતા.
આપણ વાંચો: એકસ્ટ્રા અફેર : ગણેશ વિસર્જને બ્લાસ્ટની ધમકી, લોકોની સતર્કતા જરૂરી…
મુંબઈના સાકીનાકામાં પણ વીજળીની કરન્ટ લાગતા બે યુવકોના મૃત્યુ થયા છે તો ભાયંદરમાં એક વ્યક્તિના મૃત્યુની માહિતી સામે આવી રહી છે. લાલબાગમાં થયેલાં હિટ રન કેસમાં ઈજાગ્રસ્ત થયેલાં બે બાળકોમાંથી એક બાળકીનું મૃત્યુ થુયં હતું જ્યારે અંધેરીમાં પણ પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાની માહિતી મળી રહી છે.
ડ્રોનનો ઉપયોગ કરનારાઓ પર કેસઃ
આ બધા વચ્ચે મુંબઈની ભોઈવાડા પોલીસે વિસર્જનની શોભાયાત્રા દરમિયાન ડ્રોનના ઉપયોગ સંબંધિત પણ કેસ ફાઈલ કર્યા છે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાલબાગ અને આસપાસના ક્ષેત્રમાં સંગઠિત જૂથ સક્રિય હતા.
પોલીસની તહેનાતી અને કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પણ આવી ઘટનાઓએ સુરક્ષા સામે સવાલો ઉપસ્થિત કર્યા છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સતર્ક રહે અને આવી ભીડ હોય એવા આયોજનમાં સામેલ થતી વખતે પોતાના મોબાઈલ ફોન, ઘરેણાં અને અન્ય કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખે.