મહારાષ્ટ્રમાં ખેડૂતોને ડ્રોનની ખરીદી માટે મળશે સબસિડી, શું થશે ફાયદો?
ગઢચિરોલી: ખેતરોમાં જંતુનાશક દવા છાંટવા માટે ખેડૂતોને મજૂરોની શોધ કરવી પડતી હોય છે અને મજૂરો ન મળતા પાક નાશ પામવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. તેથી કૃષિ વિભાગે તેનો ઉપાયો શોધી કાઢ્યો છે. ખેડૂતોને હવે ડ્રોન ખરીદી માટે ચાર લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે.
આ પણ વાંચો : એ લાડકી બહેનોની રકમ ફરીથી સરકારી તિજોરીમાં જમા…..
જંતુનાશક દવા છાંટવામાં સમસ્યા
ગઢચિરોલીમાં કપાસ, સોયાબીન, તુવેર, તલ વગેરે પાકનું ઉત્પાદન ખરીફ સત્રમાં કરવામાં આવે છે. આ સિવાય રવિ પાકમાં કઠોળ સહિત શાકભાજી, મકાઇ વગેરે પાક લેવામાં આવતા હોય છે. પાક પર જંતુનાશક દવા છાંટવા માટે ખેડૂતોને મોટી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.
તો દવા છાંટવામાં સમય બચી જાય
દવાઓ છાંટવામાં ઘણો સમય વીતી જતો હોય છે. તેથી કૃષિ વિભાગ દ્વારા જો ડ્રોન ખરીદી પર ચાર લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવે તો દવા છાંટવામાં ખેડૂતોનો ખાસ્સો સમય બચી જશે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રની સૌથી મોટી ઔદ્યોગિક જમીન અંબાણીએ હસ્તગત કરી…
ખેડૂતોને સાપ-વીંઠી કરડવાનો પણ ભય
ડ્રોનથી ખેતરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવાથી સમય ઘણો બચી જાય છે. આ સિવાય ઝેરી દવાની અસર થવાનો ભય પણ રહેતો નથી. યોગ્ય રીતે દવાનો છંટકાવ પણ થઇ શકે છે. સ્પ્રે પંપ પીઠ પર લાદી ખેતરમાં ફરવાની જરૂર પડતી નથી. દવા છાંટતી વખતે ઘણી વખતે ખેડૂતોને સાંપ-વીંછી કરડવાનો ભય હોય છે જે પણ દૂર થઇ જાય. આમ ડ્રોનનો યોગ્ય રીતે ઉપયોગ કરવાને કારણે ખેડૂતોને એક નહીં અનેક બાબતમાં રાહત થઈ શકે છે.