નાગપુરમાં એક જ પરિવારના 4 લોકોના મોત, લાશ લટકતી મળી…
મહારાષ્ટ્રના નાગપુરમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારના ચાર સભ્યો ઘરમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો :ફિલ્મના શૂટિંગ માટે ભાડે આપવાને બહાને લીધેલાં 28 વાહનો વેચી નાખનારો પકડાયો…
પોલીસને શંકા છે કે આ આત્મહત્યાનો મામલો છે. હાલ મૃતદેહનો કબજો મેળવીને કેસની તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના નરખેડ તાલુકાના મોવડ ગામમાં આ ઘટના બની છે. આ ઘટના બુધવારે સવારે બની હતી. પોલીસને ઘટના સ્થળે મૃતદેહો ફાંસીએ લટકેલા મળી આવ્યા હતા, તેમના હાથ પાછળથી બાંધેલા હતા. મૃતકોની ઓળખ 68 વર્ષીય વિજય માધવકર પચોરી, તેમની પત્ની માલા, 55 અને તેમના બે પુત્રો, 38 વર્ષીય ગણેશ અને 36 વર્ષીય દીપક તરીકે કરવામાં આવી છે. બંને પુત્રોએ હજુ લગ્ન કર્યા ન હતા. વિજય પચોરી નિવૃત શિક્ષક હતા. તેમના પુત્રના વ્યવસાયને લગતી આર્થિક સંકડામણને કારણે પરિવારમાં લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. પોલીસનું કહેવું છે કે ઘરમાંથી એક સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં ચારેયની સહી છે.
પોલીસનું કહેવું છે કે મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસને મળેલી સુસાઈડ નોટમાં પરિવારના તમામ સભ્યોની સહીઓ મળી આવી હતી. આ ચિઠ્ઠીમાં પરિવાર માનસિક તણાવમાં હોવાનું બહાર આવ્યું હતું. વિજય પચોરીના મોટા પુત્ર ગણેશની ધરપકડ બાદ બધા જ ચિંતિત હતા. ગણેશની આ વર્ષે મધ્યપ્રદેશના પાંધુર્ના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો :મહિલા કોન્સ્ટેબલ પર હુમલો કરનારે હોસ્પિટલમાં ઓર એક પોલીસની મારપીટ કરી
દિલ્હીમાં હાલમાં જ આવો પરિવારની આત્મહત્યાનો મામલો આવ્યો હતો, જેમાં પરિવારમાં પિતા અને તેની ચાર દિવ્યાંગ દીકરીઓ હતી. માતાનું એક વર્ષ પહેલા જ કેન્સરને કારણે મૃત્યુ થયું હતું. દીકરીઓની સારવાર અને દેખભાળમાં પિતાની નોકરી છૂટી ગઇ હતી. આખરે હતાશ થઇને પિતાએ ચારે દીકરીઓને ઝેર આપી દીધું હતું અને બાદમાં પોતે પણ ઝેર ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.