પહેલગામ હોટેલની સતર્કતાએ બચાવ્યા બુલઢાણાની પાંચ લોકોને…

બુલઢાણા: કાશ્મીરના પહેલગામમાં વેકેશન માણી રહેલા મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના પાંચ સભ્યોનો પરિવાર આતંકી હુમલાથી અજાણ હોવાથી ફરવા માટે બહાર નીકળવા રહ્યા હતા, પરંતુ તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમની હોટલના માલિક અને સ્ટાફે તેમને બહાર જતા અટકાવ્યા હતા.
એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા બુલઢાણાના રહેવાસી નિલેશ જૈને જણાવ્યું હતું કે હું અને મારા પરિવારના ચાર સભ્યો સોનમર્ગ, ગુલમર્ગ અને શ્રીનગરની ત્રણ દિવસની ટુર પૂર્ણ કર્યા બાદ મંગળવારે પહેલગામની એક હોટલમાં રોકાયા હતા. ‘મંગળવારે બપોરે અમે ફરવા માટે હોટલની બહાર નીકળવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે ફાયરિંગ ચાલુ છે એમ કહી હોટેલના માલિક અને અન્ય કર્મચારીઓએ અમને બહાર જતા અટકાવ્યા હતા. જાણ થયા બાદ અમે બહાર ન જવાનો નિર્ણય કર્યો હતો. જો અમે બહાર ગયા હોત તો કદાચ અમારું નામ પણ ઈજાગ્રસ્તો કે મૃતકોની યાદીમાં જોવા મળ્યું હોત.
(પીટીઆઈ)