જૂના વાહનો પર હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવવાની અંતિમ તારીખ નવેમ્બરના અંત સુધી લંબાવાઈ...

જૂના વાહનો પર હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવવાની અંતિમ તારીખ નવેમ્બરના અંત સુધી લંબાવાઈ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મહારાષ્ટ્ર પરિવહન વિભાગે ગુરુવારે એક એપ્રિલ, 2019ની પહેલા નોંધાયેલા વાહનો પર હાઇ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (એચએસઆરપી) લગાવવા માટે નવેમ્બરના અંત સુધી નવી અંતિમ તારીખ જાહેર કરી છે. સરકારે ચોથી વખત જૂના વાહનો પર એચએસઆરપી લગાવવાની અંતિમ તારીખ લંબાવી છે.

આને માટેની મૂળ સમયમર્યાદા આ વર્ષના માર્ચ સુધીની હતી, પરંતુ તેને એપ્રિલના અંત સુધી, ત્યારબાદ જૂનના અંત સુધી અને છેલ્લે 15 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી હતી, જેને હવે નવેમ્બરના અંત સુધી લંબાવવામાં આવી છે.

રાજ્ય પરિવહન કમિશનર વિવેક ભીમનવારે ગુરુવારે સાંજે જારી કરાયેલા સરક્યુલરમાં જણાવાયું છે કે તમામ પ્રાદેશિક પરિવહન કચેરીઓ (આરટીઓ)ને વાહન માલિકીના ટ્રાન્સફર, સરનામામાં ફેરફાર તેમજ જો વાહનોમાં એચએસઆરપી ન હોય તો હાઇપોથેકેશન ઉમેરવા અથવા દૂર કરવા જેવા કાર્યો પર પ્રતિબંધ લાદવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આરટીઓ કચેરીઓને તેમની ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા જપ્ત કરાયેલા વાહનોને એચએસઆરપી ન મળે ત્યાં સુધી છોડવા ન દેવાનો નિર્દેશ આપતા પરિપત્રમાં તેમને એચએસઆરપી વગર વાહનોની પુન: નોંધણી, વાહનોમાં ફેરફાર અને વાહન પરમિટનું નવીનીકરણ બંધ કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.

તેમાં તે તારીખ પછી નંબર પ્લેટ વગરના વાહનો અથવા એપોઇન્ટમેન્ટ વગરના વાહનો સામે ફ્લાઈંગ સ્ક્વૉડ દ્વારા કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button