આમચી મુંબઈમહારાષ્ટ્રમહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ

મહારાષ્ટ્રમાં ભવ્ય જીત પર PM મોદીએ મહાયુતિને લઈ કહી આ વાત, CM શિંદેને કર્યો ફોન

Maharashtra Elections Results 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધને ફરી બાજી મારી છે. વિધાસનભા ચૂંટણીમાં ગઠબંધનના ત્રણેય પક્ષોએ શાનદાર દેખાવ કર્યો અને વિપક્ષી ગઠબંધનને પછાડ્યું હતું. આ પ્રચંડ જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ વિકાસ અને સુશાસનની જીત છે. એકજૂથ થઈને આપણે વધુ ઊંચી ઉડાન ભરીશું.

પીએમ મોદીએ એક્સ પર શું કર્યું પોસ્ટ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને પીએમ મોદીએ લખ્યું, વિકાસની જીત, સુશાસનની જીત! એકજૂથ થઈને આપણે વધુ ઊંચી ઉડાન ભરીશું. એનડીએના ઐતિહાસિક જનાદેશ માટે મહારાષ્ટ્રના મારા બહેનો અને ભાઈઓ, ખાસકરીને યુવાઓ તથા મહિલાઓનો આભાર. આ સ્નેહ અદ્ભૂત છે. અમારું ગઠબંધન મહારાષ્ટ્રની પ્રગતિ માટે સતત કામ કરતું રહેશે તેની હું વિશ્વાસ આપું છું. જય મહારાષ્ટ્ર!

PM મોદીએ શિંદને આપ્યા અભિનંદન

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યાલય તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે ફોન પર વાત કરી હતી અને રાજ્યમાં મહાયુતિની જીત પર અભિનંદન આપ્યા હતા.

આ પણ વાંચો : હું આધુનિક અભિમન્યુ છુંઃ મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ ફડણવીસનું નિવેદન

મુંબઈમાં ભાજપના નેતાઓનો જશ્ન

મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના નેતાઓ મુંબઈ પાર્ટી કાર્યાલયમાં જશ્ન મનાવ્યો હતો. ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે તૈયાર છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button