Maharashtra elections:કોંગ્રેસની CECની બેઠકમાં 63 બેઠકો પર ચર્ચા: આ તારીખે જાહેર થશે યાદી
નવી દિલ્હી: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક સમાપ્ત થઈ ચૂકી છે. આજની બેઠકમાં 63 સીટો અંગે થઈ હતી. કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી 23 ઓક્ટોબરના રોજ જાહેર થઈ શકે છે. મહા વિકાસ અઘાડીમાં કોંગ્રેસને 110થી વધુ બેઠકો મળી શકે છે. આજની બેઠકમાં 63 નામો પર ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસ હરિયાણા ચૂંટણીના પરિણામોમાંથી શિખામણને ઉમેદવારોની પસદંગી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
જોકે વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડીના ઘટક પક્ષો વચ્ચે હજુ સુધી સીટ વહેંચણી અંગે કોઇ જ સ્પષ્ટતા થઈ નથી. આ અંગે મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા નાના પટોલેએ જણાવ્યું હતું કે, “અમે આજે 96 બેઠકોને લઈને ચર્ચા કરી છે. કેટલીક અન્ય બેઠકો પર પણ ચર્ચા છે, પરંતુ અમે તેના વિશે વાત કરી નથી. અમે આવતીકાલે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરવાના છીએ. જ્યાં સુધી 30-40 સીટોની વહેંચણીનો પ્રશ્ન છે તો અમે તેનો પણ રસ્તો શોધી કાઢીશું.”
આ પણ વાંચો :54 વર્ષીય ઓમર અબ્દુલ્લાએ હાફ મેરાથોન પૂરી કરી આપ્યો આવો સંદેશ, સુનીલ શેટ્ટી પણ રહ્યા હાજર…
આ સિવાય સમાજવાદી પાર્ટીએ મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી પાસે 12 સીટોની માંગણી કરી છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે શનિવારે ધુલે વિધાનસભા બેઠક પરથી ઉમેદવારની જાહેરાત કરી છે. ત્યારબાદ મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે અમે MVA પાસેથી 12 સીટોની માંગ કરી છે. તેમણે બેઠકોની વિગતો પણ મોકલી દીધી છે.
આ પહેલા શુક્રવારે સપાએ શિવાજી નગરથી અબુ આઝમી, ભિવંડી પૂર્વથી વર્તમાન ધારાસભ્ય રઈસ શેખ, ભિવંડી પશ્ચિમથી રિયાઝ આઝમી અને માલેગાંવ સેન્ટ્રલથી શાન-એ-હિંદને ઉમેદવાર બનાવ્યા હતા. સપાના મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય અબુ આઝમીએ કહ્યું કે અમે પાંચ ઉમેદવારોની જાહેરાત કરી છે, જેથી મહાવિકાસ અઘાડીને પણ જાણ થાય કે અમે અહી મજબૂત સ્થિતિમાં છીએ, નહીં તો તેઓને બેઠકમાં બતાવી દઇશું કે તમારો ઉમેદવાર મજબૂત નથી.