શરદ પવારની બીજી યાદી જાહેર
ઉદ્ધવ જૂથના વિરોધમાં ઉમેદવાર ઊભો રાખવા વિવાદ થવાની શક્યતા
મુંબઈ: શરદ પવારની એનસીપી દ્વારા શનિવારે ઉમેદવારીની બીજી યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં આશ્ર્ચર્ય રીતે ઉદ્ધવ ઠાકરેની શિવસેના સામે ઉમેદવારો ઊભો કરવામાં આવ્યો છે. તેથી મહાવિકાસ આઘાડીમાં અંદરોઅંદર ચાલી રહેલો વિવાદ સપાટી પર આવ્યો છે.
શરદ પવારે બાવીસ ઉમેદવારો સાથેની બીજી યાદી જાહેર કરી હતી. એનસીપી-એસપીના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલે પત્રકાર પરિષદ બોલાવીને યાદી જાહેર કરી હતી. ટૂંક સમયમાં પત્રકાર પરિષદ ન બોલાવતા જ ત્રીજી યાદી જાહેર કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો: કૉંગ્રેસે બીજી યાદી બહાર પાડી, જાણો ફડણવીસ સામે એમવીએનો કયો ઉમેદવાર ભાથ ભીડશે
ધારાશિવ જિલ્લાના પરાંડા મતવિસ્તારથી ઉદ્ધવ જૂથ તરફથી ડૉ. તાનાજી સાવંતને ઉમેદવારી આપી છે, જ્યારે શરદ પવારે તેમના વિરોધમાં ભૂતપૂર્વ વિધાનસભ્ય રાહુલ મોટેને મેદાનમાં ઊતાર્યા છે. મહાવિકાસ આઘાડીના સાથી પક્ષો વચ્ચે જ આવી રસાકસી ચાલતી હોવાને કારણે નવો વિવાદ ઊભો થવાની શક્યતા છે. આ અંગે જયંત પાટીલે કહ્યું હતું કે ઉદ્ધવ જૂથ સાથે આ અંગે ચર્ચા કરીને વિવાદ ઉકેલવાનો પ્રયત્ન કરીશું.
આ પણ વાંચો: ઉદ્ધવ ઠાકરેએ બહાર પાડી બીજી યાદી, જાણો ક્યાંથી કોણ લડશે ચૂંટણી
પરાંડા મતવિસ્તારથી એનસીપી-એસપીના રાહુલ મોટોએ ૨૦૦૪, ૨૦૦૯ અને ૨૦૧૪માં એમ ત્રણ વખત વિજય મેળવ્યો હતો. ફક્ત ૨૦૧૯માં શિવસેનાના તાનાજી સાવંતે તેમને માત આપી હતી. ઉદ્ધવ જૂથે પ્રથમ યાદીમાં જ તાનાજી સામંતને અહીંથી ઉમેદવારી આપી હતી. આ બાબતે ઉદ્ધવ અને શરદ પવાર જૂથ વચ્ચે સમજૂતી નહીં થઇ તો મોટો વિવાદ ઊભો થઇ શકે છે. એવી જ રીતે આ યાદીમાં છગન ભુજબળના વિરોધમાં માણિકરાવ શિંદેને મેદાનમાં ઊતારવામાં આવ્યા છે. ૨૦૦૯માં માણિકરાવે ભુજબળને હરાવ્યા હતા.
શરદ પવારની એનસીપીની બીજી યાદી
વિસ્તાર | ઉમેદવાર |
શહાપુર | પાંડુરંગ બરોરા |
ભૂમ-પરાંડા | રાહુલ મોટે |
બીડ | સંદીપ ક્ષીરસાગર |
ઉલ્હાસનગર | ઓમી કલાની |
જુન્નર | સત્યશીલ શેરકર |