Video: એકનાથ શિંદે અને અજિત પવાર એવું તો શું બોલ્યા કે ફડણવીસ ખડખડાટ હસી પડ્યા?

Maharashtra Elections Results 2024: મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધને ફરી બાજી મારી છે. વિધાસનભા ચૂંટણીમાં ગઠબંધનના ત્રણેય પક્ષોએ શાનદાર દેખાવ કર્યો અને વિપક્ષી ગઠબંધનને પછાડ્યું હતું. આ પ્રચંડ જીત બાદ મહાયુતિના પ્રમુખ નેતાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને રાજ્યની જનતા તથા સહયોગી દળોનો આભાર માન્યો હતો. આ દરમિયાન મહાયુતિના નેતાઓનો મજાકીયો અંદાજ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : Maharashtra Election Result Live: ચૂંટણીના મેદાનમાં ‘બુમરાહ-રેડ્ડી’ બન્યા ફડણવીસ-શિંદે
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મહાયુતિના નેતા એકબીજા વચ્ચે હસી મજાક કરતાં જોવા મળ્યા હતા.
*એકનાથ શિંદેઃ જનતાને બધું યાદ હતું. આ ચૂંટણીમાં લોકોએ ધ્યાનમાં રાખ્યું હતું કે કોણ કયા પક્ષનું છે. (અજિત પવાર તરફ આંગળી ચીંધીને) તમે કયા રાષ્ટ્રવાદી જૂથના છો? (આટલું બોલતાં હાસ્યનું મોજું ફરી વળે છે) …અને લોકોએ નક્કી કર્યું કે તે કોનો પક્ષ છે.
અજિત પવાર (હાસ્ય વચ્ચે): એ જ રીતે જનતાએ પણ નક્કી કરી લીધું છે કે શિવસેના કોની છે.
એકનાથ શિંદેઃ અમને 56 બેઠકો મળી. અમિત શાહ, ભૂપેન્દ્ર, નડ્ડા, રાજનાથ સિંહ અમારી સાથે રહ્યા.
અજિત પવાર (શિંદેનું બીજું નામ યાદ કરાવતા): આઠવલે સાહેબ પણ ત્યાં છે….
એકનાથ શિંદેઃ આઠવલે સાહેબ અમારી સાથે છે. તેનો સ્ટ્રાઈક રેટ 100 ટકા છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ: પતિ ફહાદ પાછળ રહેતા સ્વરા ભાસ્કરે EVM પર સવાલ ઉઠાવ્યા
આ ગઠબંધન આગામી 5 વર્ષ સુધી મળીને કામ કરશે
પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારે કહ્યું, લાડકી બહન યોજના અમારા માટે ગેમ ચેન્જર સાબિત થઈ. તેણે અમારા વિરોધીઓને ધૂળ ચટાવી. આવી ભવ્ય જીત મળી હોય તેવું મને યાદ નથી. અમે જીતથી વિચલિત નહીં થઈએ, પરંતુ તેનાથી અમારી જવાબદારી વધી ગઈ છે. હવે અમારે વધારે સભાનતાથી કામ કરવું પડશે. અમે અમારા વાયદા પૂરા કરી શકીએ તે માટે અમારે નાણાકીય અનુશાસનની જરૂર છે. આ માટે અમે પ્રતિબદ્ધ છીએ. જે લોકો ઈવીએમને દોષ આપી રહ્યા છે, તેમણે યાદ રાખવું જોઈએ કે ઈવીએમના કારણે અમે લોકભામાં હાર્યા હતા અને હવે ઝારખંડમાં પણ હાર્યા છીએ. અમે કેટલીક સીટ નજીવા અંતરથી હાર્યા છીએ. આ ગઠબંધન મહારાષ્ટ્રના વિકાસ માટે 5 વર્ષ સુધી સાથે મળીને કામ કરશે.