આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં ફડણવીસની ઠાકરે સાથે ગુપ્ત બેઠકથી એમવીએમાં ખેલા થશે?

મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની તારીખઓની જાહેરાત થઇ ગઇ છે. દરેક પક્ષ પોતાના ઉમેદવારની પસંદગી કરવામાં વ્યસ્ત છે, જેને લઇને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. મહાયુતિ અને મહાવિકાસ આઘાડીમાં હજી સુધી સીટોની વહેચણીને લઇને હજી મતમતાંતર ચાલી રહ્યા છે. ભાજપે 99 બેઠકો પરહ તેના ઉમેદવારો જાહેર કરી દીધા છે, પણ મહાવિકાસ આઘાડીમાં હજી સુધી બેઠકોની વહેચણીને મામસલે અવઢવ પ્રવર્તી રહી છે અને બેઠકોની વહેંચણીનો મુદ્દો અટવાયેલો છે. કૉંગ્રેસ અને શિવસેના વચ્ચે તનાતની ચાલી રહી છે, જેને કારણે બંને પક્ષો વચ્ચે વાતચીત થઇઈ રહી નથી અને બેઠકોની વહેંચણી થઇ શકી નથી. એવામાં એવા સમાચાર જાણવા મળ્યા છે કે કેટલાક દિવસ પહેલા દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરેએ ગુપ્ત રીતે મુલાકાત કરી હતી. હવે આ મુલાકાતના જુદા જુદા અર્થ કાઢવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : 99 ઉમેદવાર જાહેર કર્યા ભાજપે, જાણો મુંબઈમાં ક્યાંથી કોણ લડશે

એમ કહેવાઇ રહ્યું છે કે આ પ્રસ્તાવ ઉદ્ધવ ઠઆકરે તરફથી આવ્યો હતો અને ત્યાર બાદ બંને નેતાઓ વચ્ચે વાતચીત થઇ હતી. જોકે, બંને વચ્ચે શું વાત થઇ તે હજી સુધી જાણવા મળ્યું નથી, પણ કૉંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની સેના વચ્ચે સીટ શેરિંગ મામલે પેચ અટવાયેલો છે. તેથી આ પ્રેશર પોલિટિક્સનો હિસ્સો હોઇ શકે છે.

કેટલાક લોકોનું માનવું છે કે મહાવિકાસ આઘાડીમાં કૉંગ્રેસ અને શિવસેના વચ્ચે સીટ શેરિંગ મુદ્દે મતભેદ ચાલી રહ્યા હોવાથી ઉદ્ધવ ઠાકરેએ પ્લાન બી રેડી કરી રાખ્યો છે. જો, કૉંગ્રેસ સાથે નહીં જામે તો તેઓ પ્લાન બી પ્રમાણે વર્તી શકે છે.

આ પણ વાંચો : ફડણવીસ-પવાર બહાર અને શિંદે અંદરઃ અમિત શાહ સાથે શું ચર્ચા કરી મુખ્ય પ્રધાને

એમ કહેવાય છે કે રાજનીતિમાં બધું જ યોગ્ય હોય છે. કયા પક્ષો ક્યારે એકબીજાના દુશ્મન બને કે ક્યારે બે પક્ષો એકબીજાના દોસ્ત બને એ વિશે કંઇ કહેવાય નહીં. ભાજપ અને શિવસેના પહેલા સાથે હતા. બંનેએ મળીને સરકાર ચલાવી હતી, પણ હવે શિવસેનામાં વિભાજન થઇ ગયું છે અને તેનું નુક્સાન ઉદ્ધવ ઠાકરેને પણ થયું છે. બીજી બાજુ શિંદે જૂથને લઇને પણ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. તેથી જો વિધાનસભાની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં ગઠબંધન મુદ્દે કંઇ નવાજૂની જોવા મળે તો આશ્ચર્ય નહીં થાય.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker