Assembly Election: ભારતીય જનતા પાર્ટીએ આખરે સાથી પક્ષોને આપી ટિકિટ, જાણો કેટલી?
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઈ મહાયુતિમાં સામેલ મુખ્ય પાર્ટી સિવાય નાના નાના પક્ષોને પણ સીટ આપીને ખુશ કરવાની રણનીતિ અપનાવવામાં આવી રહી છે. મહાયુતિમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ પણ આ જ નીતિ અખત્યાર કરીને પોતાના સાથી પક્ષો માટે ચાર બેઠક માટે ઉમેદવાર જાહેર કર્યાં છે.
આ પણ વાંચો : ભાજપે ત્રીજી યાદીમાં જાહેર કરેલા 25 ઉમેદવારોમાં ફડણવીસના પીએ અને બે કોંગ્રેસના આયાતી ઉમેદવાર
સહયોગી પાર્ટી પૈકી આરપીઆઈ (રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (એ)ને બેઠક આપવામાં આવી છે, જેમાં કાલીનાની વિધાનસભાની સીટ ભાજપ અને ધારાવી વિધાનસભાની સીટ શિવસેનાના ક્વોટામાંથી આપવામાં આવી છે.
કેન્દ્રીય પ્રધાન અને આરપીઆઈના પ્રમુખ રામદાસ આઠવલે નિરંતર પોતાની પાર્ટી માટે સીટની માગણી કરી રહ્યા હતા. આઠવલેએ પાંચ-છ સીટની માગણી કરી હતી, ભાજપવતીથી એક અને શિંદેજૂથ વતીથી એક-એક સીટ આપવાની જાહેરાત કરી છે. સીટ માટે આઠવલેએ ફડણવીસની પણ મુલાકાત કરી હતી અને એક યાદી ભાજપના પ્રદેશપ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેને સોંપી હતી.
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાને પોતાની પાર્ટીના ક્વોટાથી સહયોગી પાર્ટીને સીટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ભાજપે નાના પક્ષોને પણ ટિકિટ આપી છે, જેમાં યુવા સ્વાભિમાન પાર્ટી, રાષ્ટ્રીય સમાજ પક્ષ, જન સુરાજ્ય શક્તિ પક્ષ અને રામદાસ આઠવલેની આરપીઆઈની પાર્ટીને આપી છે. તમામ પક્ષોને એક-એક સીટ આપી છે.
કઈ પાર્ટીને ક્યાંની સીટ મળી
કાલિના રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આઠવલે)
બડનેરા યુવા સ્વાભિમાન પાર્ટી
ગંગાખેડ રાષ્ટ્રીય સમાજ પક્ષ
શાહુવાડી જન સુરાજ્ય શક્તિ પક્ષ