આમચી મુંબઈનેશનલમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Maharashtra Election 2024 : જાગો મતદાર જાગો, મહારાષ્ટ્રમાં 11 વાગ્યા સુધીમાં 18.14 ટકા જ મતદાન, ઝારખંડમાં…

મુંબઇ: મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી (Maharashtra Election 2024) માટે આજે મતદાન થઇ રહ્યું છે. મહારાષ્ટ્રની કુલ 288 બેઠક અને ઝારખંડની 38 બેઠકો માટે મતદાન છે. મહારાષ્ટ્રમાં આજે મતદાનની ગતિ સવારથી ધીમી રહી છે. જેમાં સવારે નવ વાગે સુધીમાં માત્ર 6.81 ટકા જેટલું સરેરાશ મતદાન નોંધાયું હતું. જ્યારે સવારે 11 વાગે સુધીમાં મહારાષ્ટ્રમાં 18.14 ટકા જેટલું સરેરાશ મતદાન નોંધાયું છે. જ્યારે બીજી તરફ ઝારખંડમાં વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં સવારના 9 વાગ્યા સુધીમાં 12.71 ટકા સરેરાશ મતદાન થયું હતું. તેમજ સવારે 11 વાગે સુધીમાં 31.37 ટકા જેટલું સરેરાશ મતદાન નોંધાયું છે.

મહારાષ્ટ્રમાં જિલ્લાવાર મતદાનની ટકાવારી

જ્યારે મહારાષ્ટ્રમાં જિલ્લાવાર મતદાનની ટકાવારી પર નજર કરીએ તો, અહમદનગર-18.24 ટકા, અકોલા-16.35 ટકા, અમરાવતી-17.45 ટકા, છત્રપતિ સંભાજીનગર-18.98 ટકા, બીડ-17.45 ટકા, ભંડારા-19.44 ટકા, બુલઢાણા-19.23 ટકા, ચંદ્રપુર-21.50 ટકા,ધુલે-20.11 ટકા, ગઢચિરોલી-30.00 ટકા, ગોંદિયા-23.32 ટકા,હિંગોલી-19.20 ટકા, જલગાંવ-15.62 ટકા, જાલના-21.29 ટકા, કોલ્હાપુર-20.59 ટકા, લાતુર-18.55 ટકા મતદાન નોંધાયું છે.

મુંબઈ શહેરમાં 15.78 ટકા મતદાન

જ્યારે મુંબઈ શહેર-15.78 ટકા, મુંબઈ ઉપનગર-17.99 ટકા, નાગપુર-18.90 ટકા, નાંદેડ-13.67 ટકા, નંદુરબાર-21.60 ટકા, નાસિક-18.71 ટકા, ઉસ્માનાબાદ-17.07 ટકા , પાલઘર-19.40 ટકા, પરભણી-18.49 ટકા, પુણે-15.64 ટકા, રાયગઢ-20.40 ટકા, રત્નાગીરી-22.93 ટકા, સાંગલી-18.55 ટકા, સતારા-18.72 ટકા , સિંધુદુર્ગ-20.91 ટકા, સોલાપુર-15.64 ટકા, થાણે-16.63 ટકા, વર્ધા-18.86 ટકા, વાશિમ-16.22 ટકા, યવતમાલ-19.38 ટકા મતદાન થયું છે.

આ પણ વાંચો……Manipurમાં હિંસા બાદ રાજકીય સંકટ, મુખ્યમંત્રીની બેઠકમાં ભાજપના ધારાસભ્યો જ ગેરહાજર

ઝારખંડમાં સવારે 11 વાગ્યા સુધી 31.37 ટકા મતદાન

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં સવારે 11 વાગ્યા સુધી 31.37 ટકા સરેરાશ મતદાન નોંધાયું હતું.જેમાં સૌથી વધુ મતદાન પાકુર જિલ્લામાં 35.15 ટકા થયું. જ્યારે સૌથી ઓછું મતદાન બોકારોમાં 27.72 ટકા થયું હતું. જ્યારે દેવઘરમાં 32.84 ટકા, ધનબાદમાં 28.02 ટકા, દુમકામાં 33.05 ટકા, ગિરિડીહમાં 31.56 ટકા, હજારીબાગમાં 31.04 ટકા, જામતારામાં 33.78 ટકા, રામગઢમાં 37.4 ટકા અને રણગઢમાં 35 ટકા મતદાન નોંધાયું હતું

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button