Underworld Connection: ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ, મહારાષ્ટ્રમાંથી પકડાયું 327 કરોડનું ડ્રગ્સ
મુંબઈઃ ગુજરાતમાંથી બિનવારસ હાલતમાં ડ્રગ્સ મળવાના કિસ્સાઓ પછી તાજેતરમાં મહારાષ્ટ્રના મીરા રોડમાંથી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ રેકેટમાં અન્ડરવર્લ્ડ ગેંગનો હાથ હોવાની શંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
મીરા રોડ સ્થિત કાશીમીરા પોલીસ દ્વારા ઈન્ટર-સ્ટેટ ડ્રગ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં પંદર લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ પંદર લોકોમાંથી મોટા ભાગના લોકો ચાર રાજ્યના રહેવાસી છે. અમુક લોકો મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને તેલંગણાના છે.
એમડી દવાઓના ઉત્પાદનમાં વપરાતી દવાઓ અને કાચા રસાયણો જપ્ત કરવામાં આવ્યા છે, જ્યારે તેનો બજાર ભાવ અંદાજે 327 કરોડ રુપિયા છે. વિવિધ જગ્યાએ છાપા મારીને ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. ધરપકડ કરવામાં આવેલા અમુક આરોપીઓનું કનેક્શન ડાયરેક્ટ અન્ડરવર્લ્ડ સાથે હોવાનું પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું.
આ પન વાચો : Kutch માં દારૂની હેરાફેરીમાં બુટલેગર સાથે ઝડપાયેલી કોન્સ્ટેબલ નીતા ચૌધરી સસ્પેન્ડ
ગુજરાતમાં ત્રણ વર્ષમાં 9,249 કરોડનું ડ્રગ્સ જપ્ત
ગુજરાતના લગભગ 1,600 કિલોમીટરના દરિયાઈ કાંઠાના અનેક ગામો મારફત ડ્રગ્સનું નેટવર્ક ફેલાયું છે, તેમાંય વળી પોલીસના ચુસ્ત બંદોબસ્તને કારણે પોલીસ દ્વારા ડ્રગ્સ જપ્ત કરવામાં આવે છે. એકલા ગુજરાતમાં ત્રણ વર્ષમાં 9,249 કરોડનું ડ્રગ્સ પકડાયું છે, એમ વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
લોકસભાની ચૂંટણી પૂર્વે ચૂંટણી પંચ દ્વારા રોકડ, ડ્રગ્સ સહિત અન્ય વસ્તુઓની ગેરકાયદે હેરફેર મુદ્દે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 8,889 કરોડના મૂલ્યની વસ્તુઓનો સમાવેશ થયો હતો, જેમાં ગુજરાતમાંથી સૌથી વધુ વસ્તુઓની જપ્તિ કરવામાં આવી હતી.