સમાવિષ્ટ પ્રગતિશીલ અને વિકસિત મહારાષ્ટ્રના નિર્માણ માટે પ્રતિબદ્ધ રાજ્યપાલ
રાજસ્થાનના 14 વર્ષના વૈભવ સૂર્યવંશી પર સૌની નજર

મુંબઈ: મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણને ગુરુવારે જણાવ્યું હતું કે સરકાર સમાજના તમામ વર્ગોની ભાગીદારી સુનિશ્ર્ચિત કરીને સર્વ સમાવિષ્ટ, પ્રગતિશીલ અને વિકસિત મહારાષ્ટ્રના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે.
1960માં આ દિવસે રાજ્યની સ્થાપનાની ઉજવણીના 65મા મહારાષ્ટ્ર દિવસ પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ તેઓ બોલી રહ્યા હતા. રાજ્યપાલે આ પ્રસંગે ઔપચારિક ગાર્ડ ઓફ ઓનરનું પણ નિરીક્ષણ કર્યું હતું. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર પણ હાજર હતા.
આપણ વાંચો: મહારાષ્ટ્રના રાજ્યપાલ પદ માટે નિતીશ કુમારને ઓફર? BJP-JDU વચ્ચે સમાધાનની ચર્ચા…
‘અમારી સરકાર સમાજના તમામ વર્ગોની ભાગીદારી સુનિશ્ર્ચિત કરીને સર્વ સમાવિષ્ટ, પ્રગતિશીલ અને વિકસિત મહારાષ્ટ્રના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે,’ એમ રાજ્યપાલે કહ્યું હતું.
‘હું દરેકને આધુનિક, મજબૂત અને ભવિષ્યલક્ષી મહારાષ્ટ્ર બનાવવા માટે સાથે આવવા વિનંતી કરું છું,’ એમ તેમણે ઉમેર્યું હતું.
રાધાકૃષ્ણને નોંધ્યું કે સરકારે મુંબઈમાં મહારાષ્ટ્ર રાજ્ય સંસ્કૃતિ ભવન અને એક સંગ્રહાલય બનાવવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર મહારાષ્ટ્રના દરિયાઈ કિલ્લાઓને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ દરજ્જો મળે તે માટે નક્કર પ્રયાસો કરી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.
આપણ વાંચો: જાતિ અને ધર્મને આધારે લોકોને ઘર નકારવું નિરાશાજનક: રાજ્યપાલ…
અમારી સરકારે હરિયાણાના પાણીપતમાં ‘મરાઠા શૌર્ય સ્મારક’ (યુદ્ધ સ્મારક) બનાવવાનો નિર્ણય લીધો છે. આગ્રામાં છત્રપતિ શિવાજી મહારાજનું સ્મારક બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે જ્યાં શિવાજી મહારાજ નજરકેદ હતા,’ એમ રાધાકૃષ્ણને કહ્યું.
સરકાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ કરી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું. બાદમાં, ફડણવીસે દક્ષિણ મુંબઈના હુતાત્મા ચોક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી, જે સંયુક્ત મહારાષ્ટ્ર અથવા મુંબઈની રાજધાની ધરાવતા મહારાષ્ટ્ર રાજ્ય માટેના આંદોલન દરમિયાન પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા લોકોનું સ્મારક છે.
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ થાણેમાં સત્તાવાર મહારાષ્ટ્ર દિવસ કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યારે અન્ય નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પુણેમાં કાર્યક્રમમાં હાજરી આપી હતી.