આમચી મુંબઈ

મહારાષ્ટ્ર સરકાર ધર્માંતરણ વિરોધી કડક કાયદો લાવશે: પ્રધાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્રના મહેસૂલ ખાતાના પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ બુધવારે જણાવ્યું હતું કે રાજ્યમાં ધર્માંતરણ અટકાવવા માટે કડક કાયદો બનાવવામાં આવશે. રાજ્ય વિધાનસભામાં અનુપ અગ્રવાલ (ભાજપ) અને અન્ય લોકો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દા પર ચર્ચાનો જવાબ આપતા, બાવનકુળેએ કહ્યું હતું કે તેઓ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે કડક જોગવાઈઓ ધરાવતો ધર્માંતરણ વિરોધી કાયદો કેવી રીતે લાવવો તે અંગે ચર્ચા કરશે.

‘રાજ્યમાં ધર્માંતરણ અટકાવવા માટે કડક કાયદો બનાવવામાં આવશે,’ એમ તેમણે કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમણે સંબંધિત વિભાગીય કમિશનરને ધુળે-નંદુરબાર પટ્ટામાં અનધિકૃત ચર્ચોની તપાસ કરવા અને છ મહિનામાં તેમને તોડી પાડવાનો નિર્દેશ આપ્યો છે.

આપણ વાંચો: ગરીબ યુવતીઓને ટાર્ગેટ કરતું ધર્માંતરણ રેકેટ: યુપીથી કેરળ સુધી ફેલાયેલા માસ્ટરમાઇન્ડની શોધખોળ…

અતુલ ભાતખળકરે (ભાજપ)એ પૂછ્યું હતું કે છ મહિનાનો સમય શા માટે આપવામાં આવી રહ્યો છે અને અનધિકૃત ધાર્મિક માળખાઓ સામે તાત્કાલિક કાર્યવાહીની માગણી કરી હતી. આ અંગે, બાવનકુળેએ કહ્યું હતું કે અનધિકૃત ચર્ચોને તોડી પાડવામાં આવશે અને કાર્યવાહી કરતા પહેલાં ફરિયાદોની તપાસ કરવાની જરૂર છે.

સંજય કુટે (ભાજપ)એ કહ્યું કે ધર્માંતરણ ફક્ત નંદુરબારમાં જ નહીં, પરંતુ રાજ્યભરના આદિવાસી વિસ્તારોમાં થાય છે.
અગ્રવાલે એવો દાવો કર્યો હતો કે નવાપુર (ધુળે જિલ્લો)માં આદિવાસી અને બિન-આદિવાસીઓને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે લાલચ આપવામાં આવી રહી છે. મિશનરીઓ આરોગ્ય, શિક્ષણ અને આદિવાસીઓને ધર્માંતરણ માટે વિદેશી ભંડોળ દ્વારા કામ કરે છે, એમ તેમણે ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button