મહારાષ્ટ્રનું દાવોસ ઈકોનોમિક ફોરમમાં 7 લાખ કરોડ રૂપિયાના સમજૂતીના કરારનું લક્ષ્ય…
મુખ્ય પ્રધાન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં યોજાનારી આગામી વાર્ષિક વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (ડબ્લ્યુઈએફ)માં 7 લાખ કરોડ રૂપિયાના સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવાનું લક્ષ્ય રાખ્યું છે, એમ રાજ્યના ઉદ્યોગ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું.
આ પણ વાંચો : Tata Mumbai Marathon: રેલવે દોડાવશે ‘સ્પેશિયલ’ ટ્રેન, જાણો કેટલી હશે સર્વિસ?
તેમણે ધ્યાન દોર્યું કે 2023માં મહારાષ્ટ્રે 1.37 લાખ કરોડ રૂપિયાના સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા, જ્યારે 2024માં 3.53 લાખ કરોડ રૂપિયાના સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
‘મહારાષ્ટ્ર અને તમિલનાડુ દેશના બે રાજ્યો છે જ્યાં એમઓયુનો રૂપાંતર દર સૌથી વધુ છે. આ વખતે અમે ધોરણ વધાર્યું છે અને 80 થી 85 ટકા રૂપાંતર દર હાંસલ કરવાની યોજના બનાવી છે,’ એમ તેમણે કહ્યું હતું.
વૈશ્ર્વિક આર્થિક પરિષદની બેઠક 20 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી દરમિયાન યોજાશે અને મહારાષ્ટ્રના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કરશે.
મહારાષ્ટ્ર સરકારે મહત્તમ સંખ્યામાં એમઓયુ અમલમાં મૂકવા માટે 31 માર્ચની સમયમર્યાદા પણ નક્કી કરી છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
ઉદ્યોગ વિભાગે છેલ્લી બે ફોરમની બેઠકોના પરિણામો અને એમઓયુને રોકાણમાં રૂપાંતરિત કરતી વખતે સામનો કરવામાં આવેલા પડકારોની સમીક્ષા કરી હતી, અને આ રાજ્યના અભિગમને સુધારવામાં અને તેમાં થયેલી કોઈપણ ભૂલોને સુધારવામાં મદદ કરશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : મુંબઈગરાઓને વધુ બે મેટ્રો ટ્રેન માટે હજુ રાહ જોવી પડશે, જાણો નવી ડેડલાઈન?
અત્રે ઉલ્લેખનીય છે કે, વિપક્ષે ગયા વર્ષે માંગ કરી હતી કે સરકાર એમઓયુ પર શ્ર્વેતપત્ર પ્રકાશિત કરે. તત્કાલીન ઉદ્યોગ મંત્રી ઉદય સામંતે જૂન 2024 માં શ્ર્વેતપત્ર બહાર પાડવાનું વચન આપ્યું હતું, પરંતુ તે હજુ સુધી પૂર્ણ થયું નથી. (પીટીઆઈ)