મહારાષ્ટ્ર સરકાર ડીએએસથી સજ્જ ભારે વાહનોમાં એટેન્ડન્ટ અથવા ક્લીનરની ફરજિયાત હાજરી દૂર કરવાનો પ્રસ્તાવ...
આમચી મુંબઈ

મહારાષ્ટ્ર સરકાર ડીએએસથી સજ્જ ભારે વાહનોમાં એટેન્ડન્ટ અથવા ક્લીનરની ફરજિયાત હાજરી દૂર કરવાનો પ્રસ્તાવ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્ર સરકારે ડ્રાઇવર આસિસ્ટ સિસ્ટમ (ડીએએસ)થી સજ્જ ભારે માલવાહક વાહનોમાં એટેન્ડન્ટ અથવા ક્લીનરની ફરજિયાત જરૂરિયાતને દૂર કરવા માટે એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે, એમ એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું.

રાજ્ય પરિવહન વિભાગે 29 ઓગસ્ટ પહેલા આ અંગે જનતા પાસેથી સૂચનો અને વાંધા મંગાવ્યા છે, એમ પણ તેમણે જણાવ્યું હતું. રાજ્યના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઇકે શુક્રવારે જણાવ્યું હતું કે રાજ્યમાં ભારે માલવાહક વાહનમાલિકોના અનેક સંગઠનોએ ડ્રાઇવર સાથે એટેન્ડન્ટ રાખવાની ફરજિયાત આવશ્યકતામાં છૂટછાટ આપવાની માગણી કરી હતી.

તેમણે એમ પણ કહ્યું હતું કે ટ્રાન્સપોર્ટરોએ એ વાત ટાંકી હતી કે વાહનોમાં ટેકનોલોજીકલ અપગ્રેડને કારણે હવે એટેન્ડન્ટની જરૂરિયાત ઓછી થઈ ગઈ છે અને એવો પણ નિર્દેશ કર્યો હતો કે એટેન્ડન્ટની નિમણૂક કરવાથી ‘બિનજરૂરી રીતે વહીવટી ખર્ચમાં વધારો થયો છે.

બુધવારે જારી કરાયેલા ડ્રાફ્ટ નોટિફિકેશનમાં જણાવાયું છે કે, ‘ભારે માલવાહક વાહનમાં એટેન્ડન્ટ રાખવો ફરજિયાત રહેશે નહીં. જો કે, આ મુક્તિ ફક્ત ડ્રાઇવર આસિસ્ટ સિસ્ટમ (ડીએએસ)થી સજ્જ વાહનોને જ લાગુ પડશે.’

સૂચના મુજબ, ડીએએસમાં 360-ડિગ્રી વ્યૂ કેમેરાનો સમાવેશ થવો જોઈએ, જે વાહનના બધા બ્લાઇન્ડ સ્પોટ્સ અને પાછળના ભાગનું લાઇવ ફીડ પૂરું પાડી શકે, તેમજ પ્રોક્સિમિટી એલાર્મ સિસ્ટમ પણ હોવી જોઈએ જે ઑડિઓ અને વિઝ્યુઅલ ચેતવણીઓ આપે.

‘આ સિસ્ટમ પાછળથી આવતા ડ્રાઇવરોને અને વાહન રિવર્સ લેવામાં આવતું હોય ત્યારે અન્ય રોડ યુઝર્સને પૂરતી આગોતરી ચેતવણી આપશે અને તે ડ્રાઇવરને સલામતી સુનિશ્ર્ચિત કરવા જરૂરી ચેતવણીઓ આપશે,’ એમ તેમાં જણાવવામાં આવ્યું છે.

રાજ્ય સરકારે મહારાષ્ટ્ર મોટર વાહન નિયમો, 1989માં સુધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ બાબતે સરકાર 29 ઓગસ્ટ પછી અંતિમ નિર્ણય લેશે, એમ જણાવવામાં આવ્યું હતું.

વાંધાઓ અથવા સૂચનો પરિવહન વિભાગને પરિવહન કમિશનર, પરિવહન કમિશનરની કચેરી, પાંચમો માળ, ફાઉન્ટેન ટેલિકોમ બિલ્ડિંગ નં. 2, એમ. જી. રોડ, ફોર્ટ, મુંબઈ 400 001ને મોકલવા. પરિવહન વિભાગે જણાવ્યું હતું કે નિર્ધારિત તારીખ પહેલાં મળેલા વાંધાઓ અને સૂચનો સરકાર દ્વારા ધ્યાનમાં લેવામાં આવશે.


ભારે વાહનોના સંગઠનોએ આપી હતી હડતાળની ચેતવણી

મુંબઈ:
રાજ્યના ભારે વાહનો અને માલસામાન પરિવહન કરનારા વાહનોના સંગઠનોએ પડતર માગણીઓ માટે 11 સપ્ટેમ્બરે રાજ્યવ્યાપી હડતાળની ચેતવણી આપી હતી, આમ છતાં ભારે વાહનોના સંગઠનોએ એવી માગણી કરી હતી કે ક્લીનરનો ફરજિયાત ઉપયોગ રદ કરવામાં આવે.

રાજ્યમાં જીવનાવશ્યક અને જરૂરી માલસામાનનું પરિવહન કરતા ઘણા વાહન માલિક સંગઠનોએ માગ કરી હતી કે ડ્રાઇવર સાથે ક્લીનર આપવાની શરત હળવી કરવામાં આવે. હાલમાં, અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી વાહનોનું ઉત્પાદન થઈ રહ્યું હોવાથી ક્લિનરની જરૂર નથી. આને કારણે, ખર્ચ બિનજરૂરી રીતે વધે છે.

આ પણ વાંચો…ઓલા, ઉબેર, રેપિડો ભૂલી જાઓ! રાજ્ય સરકાર સીધી જ સર્વિસ શરૂ કરશે!

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button