India’s Got Latent Controversy: મહારાષ્ટ્ર સાયબર સેલે 50 સેલિબ્રિટીને સમન્સ પાઠવ્યા

મુંબઇઃ ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટનો વિવાદ શમવાનું નામ નથી લઇ રહ્યો. હવે આ મામલે મહારાષ્ટ્ર સાયબર સેલે કાર્યવાહી કરી છે અને તેમણે રાખી સાવંત સહિત 50 અગ્રણી સેલિબ્રિટીઓને સમન્સ પાઠવ્યા છે. આ મામલે અત્યાર સુધીમાં કેટલાક હાસ્ય કલાકારોના નિવેદન નોંધવામાં આવ્યા છે, જેમાં અતુલ ખત્રી, દેવેશ દિક્ષીત અને સારસ્વત મહેશ્વરીનો સમાવેશ થાય છે. બીજા પાંચ સેલિબ્રિટી અગાઉ જ તેમના નિવેદન નોંધાવી ચૂક્યા છે. પોલીસ અધિકારીઓને હજી સુધી એવા કોઇ પુરાવા સાંપડ્યા નથી કે શોના જજોને આ શોમાં આવવા બદલ કોઇ નાણાંકીય વળતર આપવામાં આવ્યું હતું કે નહીં.
Also read: સમય રૈનાએ ઇન્ડિયા’ઝ ગોટ લેટેન્ટના બધા વીડિયો ડિલીટ કર્યા, કહ્યું કે મારો હેતુ….
આ કેસમાં ઘણા સાક્ષીઓએ હાસ્ય કલાકાર સમય રૈનાની સંડોવણીનો આક્ષેપ કર્યોછે. તેમણે જણાવ્યું હતુંકે શો તેના નિર્દેશન હેઠળ ચાલતો હતા. તપાસમાં એમ પમ જાણવા મળ્યું છે કે શો દરમિયાન દર્શકો પાસેથી ટિકિટ રૂપે એકત્ર કરવામાં આવેલા પૈસા સીધા એપિસોડના વિજેતાને આપવામાં આવ્યા હતા. આ કેસની તપાસ હજુ ચાલુ છે અને આગામી દિવસોમાં હજી વધુ સેલિબ્રિટીઓને સમન્સ મોકલવામાં આવી શકે છે