સંભાજી મહારાજ સામેની વાંધાજનક માહિતી દૂર કરવા મહારાષ્ટ્ર સાયબરે વિકિપીડિયાને કહ્યું…

મુંબઈઃ મહારાષ્ટ્ર સાયબરે અમેરિકા સ્થિત વિકિપીડિયા ફાઉન્ડેશનને છત્રપતિ સંભાજી મહારાજ સંબંધિત વાંધાજનક સામગ્રી વિકિપીડિયા પેજમાંથી દૂર કરવાનું કહ્યું છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
Also read : મહારાષ્ટ્રમાં જ છાવા ટેક્સ ફ્રી નહીં થાયઃ જાણો મુખ્ય પ્રધાને આપ્યું આ કારણ
વિકિપીડિયા પર સંભાજી મહારાજ વિશે બદનક્ષીભરી માહિતીઓ હોવાનો દાવો વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ મહારાષ્ટ્ર સાયબર દ્વારા ઉક્ત પગલાં લેવામાં આવ્યા હતા. એક દિવસ પહેલા જ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર સાયબરને વિકિપીડિયાનો સંપર્ક સાધી સંભાજી મહારાજ અંગેની વાંધાજનક માહિતી દૂર કરવાનું કહેવાનો નિર્દેશ કર્યો હતો.
સાયબર અને ઇન્ફર્મેશન સિક્યોરિટી ડિવિઝન મહારાષ્ટ્ર સાયબર દ્વારા કેલિફોર્નિયામાં વિકિમીડિયા ફાઉન્ડેશનને નોટિસ ફટકારી હતી અને તેમને સંભાજી મહારાજ અંગેની બદનક્ષીભરી માહિતીઓ દૂર કરવાની વિનંતી કરી છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
સંબંધિત કલમો હેઠળ ફટકારવામાં આવેલી નોટિસમાં જણાવાયું હતું કે સંભાજી મહારાજ વિશેની માહિતીઓ ખોટી છે અને ચોક્કસ સ્રોતના આધારે પૂરી પાડવામાં આવી નથી, જ્યારે કે ભારતમાં સંભાજી મહારાજ વિશે લોકો મજબૂત લાગણી ધરાવે છે.
Also read : ‘Chhaava’ની જબરજસ્ત સફળતા બાદ વિકી કૌશલે આ મંદિરમાં કરી પૂજા
વિકિપીડિયા પરની ખોટી માહિતીને કારણે તેમના સમર્થકોમાં અસંતોષ ફેલાયો છે જેને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમમાં મૂકાવાની શક્યતા છે, એમ નોટિસમાં વધુમાં જણાવાયું હતું.