લાડકી બહેનના લાભાર્થીઓની સંખ્યામાં પાંચ લાખનો ઘટાડો: અપાત્ર પાસેથી પૈસા પાછા નહીં લેવાય: પ્રધાન…

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારની અત્યંત લોકપ્રિય યોજના મુખ્યમંત્રી માજી લાડકી બહેન યોજનાના લાભાર્થીઓની સંખ્યામાં પાંચ લાખનો ઘટાડો થયો છે. ડિસેમ્બર 2024માં 2.46 કરોડ પરથી આ સંખ્યા હવે 2.41 કરોડ થઈ છે. પાંચ લાખ મહિલા વિવિધ કારણોસર અપાત્ર હોવાનું સિદ્ધ થયું હતું, એમ મહિલા અને બાળકલ્યાણ ખાતાના પ્રધાન અદિતિ તટકરેએએ રવિવારે જણાવ્યું હતું.
Also read : ‘મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી આઈકન એવોર્ડ-દ્વિતીય’ ફરી ધૂમ મચાવશે દુબઈમાં
ગયા વર્ષના જુલાઈ મહિલાથી ડિસેમ્બર મહિના સુધીમાં લાભાર્થીઓના ખાતામાં 450 કરોડ રૂપિયા જમા કરાવવામાં આઆવયા હતા. આ રકમને પાછી ખેંચવામાં આવી નથી અને રાજ્ય સરકાર આ રકમ પાછી લેવાનો કોઈ વિચાર ધરાવતી નથી, એમ પણ અદિતિ તટકરેએ જણાવ્યું હતું.
રાજ્ય સરકારની લાડકી બહેન યોજના હેઠળ 21-65 વર્ષની મહિલા જેની પારિવારિક આવક વાર્ષિક 2.5 લાખ રૂપિયા કરતાં ઓછી હોય તેઓ આ યોજના હેઠળ માસિક 1,500 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. પાત્રતાની અન્ય શરતોમાં ચાર પૈડાંનું વાહન ન હોવું જોઈએ અથવા પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરીમાં ન હોવો જોઈએ નો સમાવેશ થાય છે.
જે મહિલાઓ અપાત્ર સિદ્ધ થઈ છે, તેમને આગામી લાભ મળશે નહીં, પરંતુ એક વખત જમા કરવામાં આવેલી રકમ પાછી લેવાનું યોગ્ય ગણાશે નહીં, એમ તટકરેએ કહ્યું હતું.
Also read : પાલઘર જિલ્લામાં ‘ત્રીજા મુંબઈ’નું નિર્માણ કરવાનો મહારાષ્ટ્ર સરકારનો માસ્ટર પ્લાન…
તેમણે આપેલા આંકડા મુજબ પાંચ લાખ અપાત્ર મહિલામાં દોઢ લાખ મહિલા 65 વર્ષ કરતાં મોટી ઉંમરની હતી. જ્યારે 1.6 લાખ મહિલાની પાસે કાં તો ચાર પૈડાનું વાહન હતું અથવા તો તેઓ અન્ય સરકારી યોજનાઓ જેમ કે નમો શેતકરી યોજનાના લાભાર્થી હતા. 2.3 લાખ મહિલાને સંજય ગાંધી નિરાધાર યોજના હેઠળ લાભ મળતા હતા અને તેથી તેઓ લાડકી બહેન યોજના માટે અપાત્ર સિદ્ધ થયા હતા.