આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં વર્ગ-3 ની 219 પદની ભરતી માટે પોણા બે લાખ કરતા વધુ અરજી…

મુંબઈઃ શિક્ષિત બેરોજગારીનું પ્રમાણમાં દેશભરમાં ચિંતાજનક છે અને તેથી જ દરેક રાજ્યમાં પટાવાળાથી લઈ મોટા ભાગની પોસ્ટ માટે લાખોમાં અરજી આવે છે. મહારાષ્ટ્રમાં પણ આવું જ બન્યું છે. અહીં સમાજકલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી 219 જગ્યાઓની ભરતી માટે 1,87 લાખ અરજી આવી હોવાનું જાણવા મળ્યું છે.

Also read : ટ્રમ્પના ટેરીફ અને ટ્રેડવૉર વચ્ચે અસેટ અલોકેશન છે મહત્વનુંઃ જાણો વિગતવાર…

સમાજ કલ્યાણ કમિશનરેટ દ્વારા વર્ગ-3 માટે 219 વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યના 56 કેન્દ્રો પર 4 માર્ચથી ઓનલાઈન પરીક્ષાઓ શરૂ થઈ છે અને તે 19 માર્ચ સુધી ચાલશે. પરીક્ષા માટે ઉમેદવારો સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચી રહ્યા ન હોવાનું ધ્યાને આવ્યું છે. તેમજ મોડેથી આવનારાઓએ પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ મેળવવા માટે સરકારી પ્રતિનિધિઓ સાથે દલીલો પણ કરી હતી.

Also read : ૪૨૩ કિલોમીટર રસ્તામાંના ૫૦ ટકાનું કૉંક્રીટીકરણનું કામ પૂરું કર્યું સુધરાઈએ…

તેથી સમાજ કલ્યાણ વિભાગે અપીલ કરી છે કે પરીક્ષાના ઉમેદવારોએ પરીક્ષાની કામગીરીમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે નિયત સમયમાં પરીક્ષા કેન્દ્રો પર હાજર રહેવાનું રહેશે. કોમ્પ્યુટરબેઝ ઓનલાઈન પરીક્ષા 4 થી 19 માર્ચ દરમિયાન 3 તબક્કામાં છે. 56 કેન્દ્રો પર દરરોજ આશરે 22,000 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે હોવાનું જાણવા મળ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button