આમચી મુંબઈમહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જરાંગે સાથે ફોન પર વાત કરી
મરાઠા ક્વોટા અંગે કેબિનેટની બેઠકમાં નક્કર નિર્ણયનું આશ્વાસન આપ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મરાઠા આરક્ષણ માટે રાજ્યમાં હિંસક દેખાવો થઈ રહ્યા છે તે બધાની વચ્ચે મંગળવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આંદોલનકારી મનોજ જરાંગે-પાટીલની સાથે ફોન પર વાત કરી હતી અને તેમને આશ્ર્વાસન આપ્યું હતું કે કેબિનેટની બેઠકમાં મરાઠા સમાજના લોકોને કુણબીના પ્રમાણપત્ર આપવા માટે નક્કર નિર્ણય લેવામાં આવશે.
જરાંગે-પાટીલ જાલના જિલ્લાના અંતરવાલી સરાટી ખાતે આમરણ ઉપવાસનું આંદોલન ચલાવી રહ્યા છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે થયેલી વાત બાદ જરાંગે-પાટીલે પાણી પીવાનું ચાલુ કર્યું હતું, એમ મુખ્ય પ્રધાનની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એવી ખાતરી આપી હતી કે કેબિનેટની બેઠકમાં કુણબી પ્રમાણપત્રો મરાઠા સમાજને આપવાને માટે નક્કર નિર્ણય લેવામાં આવશે.