મહારાષ્ટ્રમાં મંત્રી મંડળની બેઠકમાં લેવાયા પાંચ મહત્વના નિર્ણયો

મુંબઈ: રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આજે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા અને પાંચમા મહારાષ્ટ્ર નાણા પંચના અહેવાલના અમલીકરણનો સમયગાળો વધારવાની મંજૂરી આપવામાં આવી. તેના મુજબ પાંચમા નાણા પંચનો અમલીકરણ સમયગાળો પહેલી એપ્રિલ, ૨૦૨૫થી ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી રહેશે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પાંચ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાં સહકારી, કાયદો અને ન્યાય, નાણા વિભાગ અને જળ સંસાધન વિભાગ માટે ૨ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
આપણ વાચો: ઘણા લોકો દેવેન્દ્ર ફડણવીસની ખુરશી પ્રત્યે વક્ર દ્રષ્ટિ ધરાવે છે: ઉદ્ધવ ઠાકરે
બેઠકમાં લેવાયેલા મંત્રીમંડળના નિર્ણયો-
- સહકારી વિભાગઃ નાશિક, નાગપુર અને ધારાશિવની જિલ્લા કેન્દ્રીય સહકારી બેંકોને ૮૨૭ કરોડ રૂપિયાની સરકારી શેર મૂડી
- કાયદો અને ન્યાય વિભાગઃ કોર્ટ સંકુલ અને ન્યાયાધીશોના રહેઠાણોમાં સુરક્ષા વધારવી. મહારાષ્ટ્ર રાજ્ય સુરક્ષા નિગમ તરફથી વધારાના સુરક્ષા ગાર્ડ પૂરા પાડવાની મંજૂરી અને તેના માટે ખર્ચની જોગવાઈ.
- નાણા વિભાગઃ પાંચમા મહારાષ્ટ્ર નાણા પંચના અહેવાલના અમલીકરણ સમયગાળાને લંબાવવાની મંજૂરી. અમલીકરણ સમયગાળો પહેલી એપ્રિલ ૨૦૨૫ થી ૩૧ માર્ચ ૨૦૨૬ સુધી.
- જળ સંસાધન વિભાગઃ હિંગોલી જિલ્લામાં ડેગ્રાસ સ્ટોરેજ ટેન્ક પ્રોજેક્ટ માટે ૯૦ કરોડ ૬૧ લાખ રૂપિયાની જોગવાઈને મંજૂરી
હિંગોલી જિલ્લામાં સુકાલી સ્ટોરેજ લેક (સેંગાવ તાલુકો) પ્રોજેક્ટ માટે ૧૨૪ કરોડ ૩૬ લાખ રૂપિયાની જોગવાઈને મંજૂરી
આપણ વાચો: ડોક્ટર યુવતીના આત્મહત્યા પ્રકરણમાં દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાની માંગ
ભીમાશંકર સહિત વિવિધ યાત્રાધામો અંગે બેઠક
પુણે જિલ્લામાં શ્રી ક્ષેત્ર ભીમાશંકર, હિંગોલી જિલ્લામાં શ્રી ક્ષેત્ર ઔંધ નાગનાથ અને છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં શ્રી ક્ષેત્ર ઘૃષ્ણેશ્વરના જ્યોતિર્લિંગોના વિકાસ અંગે મંગળવારે મુંબઈમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં યોજાયેલી મીટિંગમાં ફડણવીસે જણાવ્યું હતું કે રાજ્યમાં શ્રદ્ધાળુઓ નિયમિતપણે જ્યોતિર્લિંગના દર્શન કરવા આવે તે ધ્યાનમાં રાખીને, શ્રી ક્ષેત્ર ભીમાશંકર, શ્રી ક્ષેત્ર ઔંધ નાગનાથ અને શ્રી ક્ષેત્ર ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ માટે એક વ્યાપક વિકાસ યોજના હોવી જોઈએ. મંદિર વિસ્તારમાં ચાલી રહેલા વિકાસ કાર્યોને વહેલી તકે પૂર્ણ કરો અને સૂચિત કાર્યોનું યોગ્ય રીતે આયોજન કરો.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ભક્તોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા માટે આ વિસ્તારમાં અત્યાધુનિક સુરક્ષા વ્યવસ્થા લાગુ કરીને ભક્તો માટે ઉત્તમ ગુણવત્તાયુક્ત સેવા સુવિધાઓ ઊભી કરવા માટે ઝડપી પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો.



