મહારાષ્ટ્રમાં 33 વર્ષે નાગપુરમાં પ્રધાનમંડળનું વિસ્તરણ: અગાઉનું વિસ્તરણ કેમ કરાયું હતું?
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: 33 વર્ષ બાદ રાજ્યની ઉપરાજધાનીમાં મંત્રીમંડળનું વિસ્તરણ અને શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. અગાઉ 21 ડિસેમ્બર, 1991ના રોજ કોંગ્રેસના મુખ્ય પ્રધાન સુધાકરરાવ નાઈકના પ્રધાન મંડળનું નાગપુરમાં વિસ્તરણ કરવામાં આવ્યું હતું.
મહારાષ્ટ્રમાં બે વિધાનસભા ઇમારતો છે, એક મુંબઈમાં અને બીજી નાગપુરમાં. મુંબઈમાં વિધાનસભાનું બજેટ અને ચોમાસુ સત્ર યોજાય છે. નાગપુરમાં શિયાળુ સત્ર શરૂ થઇ જવા રહ્યું છે. 16 ડિસેમ્બરથી નાગપુરમાં વિધાનસભાનું શિયાળુ સત્ર શરૂ થશે. તેથી જ શપથ ગ્રહણ સમારોહ મુંબઈને બદલે નાગપુરમાં યોજાઈ રહ્યો છે.
1991માં સુધાકરરાવ નાઈકે પોતાની કેબિનેટની વિસ્તરણ નાગપુરમાં કર્યું હતું. તે સમયે શિવસેનાના બળવાખોરો છગન ભુજબળ અને રાજેન્દ્ર ગોલેને શપથ લેવડાવવામાં આવ્યા હતા. બંને શિવસેના છોડીને કૉંગ્રેસમાં જોડાયા હતા. આ ઉપરાંત કૉંગ્રેસના બીડના વિધાનસભ્ય જયદત્ત ક્ષીરસાગરને પણ ત્યારે નાઈક સરકારમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેમને ત્યારના રાજ્યપાલ સી. સુબ્રમણ્યમ દ્વારા શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : મુંબઈ હવે દિલ્હી માર્ગે? સૌથી વધુ પ્રદૂષિત વિસ્તારો ક્યાં, જાણો ચોંકાવનારો રિપોર્ટ
સુધાકરરાવ નાઈક 25 જૂન, 1991થી લઈને 22 ફેબ્રુઆરી, 1993 સુધી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હા. ત્યારના વિધાનસભાના સ્પીકર મધુકરરાવ ચૌધરીએ શિવસેનાના બાર બળવાખોરના જૂથના કૉંગ્રેસમાં વિલીનીકરણને મંજૂરી આપી હતી. જોકે, ત્યારબાદની ચૂંટણીમાં ભુજબળ અને ગોલે બંનેનો પરાજય થયો હતો.