આમચી મુંબઈમહારાષ્ટ્ર

14 ડિસેમ્બર સુધીમાં મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ થવાની શક્યતા; દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર દિલ્હીમાં પીએમ મોદીને મળશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ
: મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણને લઈને હોબાળો ચાલી રહ્યો છે. દરમિયાન, ભાજપના નેતાએ કહ્યું હતું કે, કેબિનેટનું વિસ્તરણ 14 ડિસેમ્બરે થઈ શકે છે. તેને જોતા આજે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી સીએમ અજિત પવાર દિલ્હીના પ્રવાસે છે. જોકે, શિવસેના પ્રમુખ અને ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે દિલ્હી ગયા નથી.

આ પણ વાંચો : ચૂંટણીમાં ‘વોટ જેહાદ’ જેવા શબ્દના ઉપયોગ બદલ ચૂંટણી પંચ એક્શનમાં, આપ્યું આ નિવેદન…

ફડણવીસ બુધવારે દિલ્હી જવા રવાના થયા હતા, તેમની ઓફિસે જણાવ્યું હતું કે, આ એક સૌજન્ય મુલાકાત હતી, મુખ્ય પ્રધાન બન્યા પછીની પ્રથમ મુલાકાત હતી, કારણ કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્ર પ્રમુખ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને મળવાના છે.

બીજી તરફ ભાજપના એક નેતાએ કહ્યું હતું કે, શિવસેનાને ગૃહ વિભાગ નહીં મળે અને તેને મહેસૂલ પોર્ટફોલિયો આપવામાં આવે તેવી પણ શક્યતા નથી.

આ રાજનેતાએ જણાવ્યું હતું કે ત્રણ પક્ષો (મહાયુતિના મુખ્ય ઘટકપક્ષો ભાજપ, શિવસેના અને એનસીપી) સામેલ હોવાને કારણે વાટાઘાટોમાં વિલંબ થઈ રહ્યો છે.

‘14 ડિસેમ્બર સુધીમાં પ્રધાન મંડળનું વિસ્તરણ થવાની સંભાવના છે. શિવસેનાને ગૃહ વિભાગની ફાળવણી નકારી કાઢવામાં આવી છે. શિવસેનાને નગર વિકાસ ખાતું મળી શકે છે, પરંતુ મહેસુલી આવકનું ખાતું મળવાની શક્યતા નથી,’ એમ ભાજપના આ નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.

ભાજપ મુખ્ય પ્રધાનના પદ સહિત 21 થી 22 પ્રધાનપદાં રાખવાની ધારણા છે, નેતાએ એમ પણ જણાવ્યું હતું કે, ચારથી પાંચ પ્રધાનપદ રિક્ત રાખવામાં આવી શકે છે.

શિવસેનાના નેતા અને ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેની ઓફિસે આપેલી માહિતી મુજબ રાષ્ટ્રીય રાજધાનીની મુસાફરી કરી રહ્યા ન હતા.

તમને જણાવી દઈએ કે આ પહેલા દેવેન્દ્ર ફડણવીસ લગભગ અઢી વર્ષ સુધી એકનાથ શિંદેની સરકારમાં ડેપ્યુટી સીએમની સાથે ગૃહ મંત્રાલય સંભાળતા હતા. હવે દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન છે અને શિંદે નાયબ મુખ્ય પ્રધાન છે. એવી અટકળો છે કે એકનાથ શિંદેની પાર્ટી ભાજપ પાસેથી ગૃહ મંત્રાલય માગી રહી છે.

રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધને 288માંથી 230 બેઠકો જીત્યા બાદ 5 ડિસેમ્બરે, ફડણવીસે શિંદે અને ગઈઙ નેતા અજિત પવાર સાથે તેમના ડેપ્યુટી તરીકે સીએમ તરીકે શપથ લીધા હતા.

આ પણ વાંચો : શિવસેનામાં અઢી-અઢી વર્ષ પ્રધાનપદ? એકનાથ શિંદેએ બધાને સંતુષ્ટ કરવા માટે ફોર્મ્યુલા ઘડી કાઢી હોવાની ચર્ચા

મહારાષ્ટ્ર કેબિનેટમાં મુખ્યમંત્રી સહિત વધુમાં વધુ 43 મંત્રીઓ હોઈ શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button