મહારાષ્ટ્રમાં અધધધ 1.17 લાખ કરોડનું રોકાણ! આ નિર્ણય લેવાયો કેબિનેટ બેઠકમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મંત્રાલયમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતા હેઠળ યોજવામાં આવેલી પ્રધાન મંડળની બેઠક (કેબિનેટ બેઠક)માં મહારાષ્ટ્રના થનારા રોકાણ અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં રાજ્યમાં 1,17,00,000 કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી આપવામાં આવી હતી.
સેમિ કંડક્ટર અને ઇલેક્ટ્રીક વાહનોના ઉત્પાદન માટે આ રોકાણ કરવામાં આવશે, જેને પગલે મહારાષ્ટ્રમાં રોજગારની 29,000 સીધી તકો ઉપલબ્ધ થશે, એમ મુખ્ય પ્રધાન શિંદેએ જણાવ્યું હતું. આ નિર્ણયને પગલે મહારાષ્ટ્ર ઇલેક્ટ્રીક વાહન ઉત્પાદનનું હબ એટલે કે કેન્દ્ર બનશે, એવો વિશ્ર્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો :મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં લેવાયા આ મહત્ત્વના નિર્ણયો…
રાજ્યના તીર્થ સ્થાનોના વિકાસ માટે 275 કરોડ રૂપિયા મંજૂર
મહારાષ્ટ્રમાં આવેલા ધાર્મિક સ્થળોના વિકાસ માટે તૈયાર કરવામાં આવેલી વિશેષ યોજનાને પણ મંજૂરી આપવામાં આવી હતી. સિદ્ધપુર, ભિષ્ણુર, જાળીચા દેવ, પોહીચા દેવ, પાંચાળેશ્ર્વર આ તીર્થસ્થાનો સહિત ગ્રામીણ ભાગમાં આવેલા 8 ધાર્મિક સ્થાનોના વિકાસ માટે તૈયાર કરવામાં આવેલી 275 કરોડ કરોડની યોજનાને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતા હેઠળની શિખર સમિતીની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ યોજનાના કારણે રાજ્યના ગ્રામીણ ભાગોમાં પર્યટનનો વિકાસ થશે, તેવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો