આમચી મુંબઈ

Budget Day: વિધાનસભાની લોબીમાં ઉદ્ધવ અને શિંદે આમનસામને આવ્યા પણ…

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચેના આંતરિક મતભેદો આજે જાહેરમાં જોવા મળ્યા હતા. મહારાષ્ટ્રના બંને વરિષ્ઠ નેતાઓ વિધાનસભા બિલ્ડિંગની લોબીમાં સામસામે જોવા મળ્યા હતા, પરંતુ એ સમયે એકનાથ શિંદેએ ઠાકરેથી મોં ફેરવીને દૂર ચાલ્યા ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી, ત્યાર પછી બંને વચ્ચેના અણબનાવોની વાતોએ વેગ પકડ્યો હતો.

Also read : બોલો, મુંબઈમાં વરલી અને ક્રાફર્ડ માર્કેટની જગ્યામાં બિલ્ડરોને રસ નથી, જાણો કારણ?

આજે બજેટ સત્ર દરમિયાન, જ્યારે ઉદ્ધવ ઠાકરે વિધાનભવનની લોબીમાં હતા ત્યારે મુખ્ય પ્રધાન ફડણવીસ તેમના બે નાયબ મુખ્ય પ્રધાન (એકનાથ શિંદે અને અજિત પવાર) સાથે પસાર થઈ રહ્યા હતા. ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને જોઈને તેમનું અભિવાદન પણ કર્યું હતું, પરંતુ પાછળથી આવતા એકનાથ શિંદેએ ઠાકરેને જોઈને મોં ફેરવી લીધું અને આગળ વધ્યા હતા, ત્યાર પછી અજિત પવાર પણ હસીને ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા.

એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે એક સમયે શિવસેનાના સૌથી મહત્વપૂર્ણ નેતાઓમાં સામેલ હતા. ઉદ્ધવ શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના પુત્ર છે, જ્યારે એકનાથ શિંદેએ તેમની પાસેથી રાજકારણની યુક્તિઓ શીખી છે. બંને નેતાઓએ લાંબા સમય સુધી સાથે કામ કર્યું હતું, પરંતુ બાલ ઠાકરેના નિધન બાદ બંને વચ્ચે તિરાડ પડી હતી.

ઉદ્ધવ ઠાકરે ભાજપ છોડીને મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવી તેના થોડા મહિના પછી શિંદેએ બળવો કર્યો હતો. પાર્ટીના મોટા ભાગના ધારાસભ્યો સાથે મળીને તેમણે ભાજપના સમર્થનથી સરકાર બનાવી. તેઓ મુખ્યમંત્રી બન્યા અને પાર્ટીના મોટા ભાગના ધારાસભ્યો તેમની સાથે હોવાથી શિવસેના તેમની પાર્ટી બની ગઈ. ઉદ્ધવ જૂથની શિવસેના યુ.બી.ટી. (ઉદ્ધવ ઠાકરે જૂથ) હવે મહાવિકાસ અઘાડી (એમવીએ) સાથે છે જયારે એકનાથ શિંદેની શિવસેના મહાયુતિનો ભાગ છે.

Also read : Good News: દિલ્હી-બેંગલુરુ માફક મુંબઈમાં પણ શરૂ થશે બાઇક ટેક્સી!

અહીં એ જણાવવાનું કે એકનાથ શિંદેએ 2025ના મહાકુંભમાં સ્નાન કર્યું હતું ત્યારે તેમનો ડૂબકી મારતો વીડિયો પણ સામે આવ્યો હતો. આ પછી, ઉદ્ધવ ઠાકરેએ મરાઠી ભાષા ગૌરવ દિવસ પર પાર્ટીના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ઘણી વખત ગંગામાં ડૂબકી મારવાથી વિશ્વાસઘાતનું લાંછન હટતું હોતું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button