આમચી મુંબઈ

જયંત પાટીલના અજિત દાદાને આપેલા જવાબ બાદ રાજકીય બજાર ગરમઃ જાણો બન્ને વચ્ચેનો સૂચક સંવાદ

મુંબઇઃ રાજનીતિમાં કોઇ ક્યારેય હંમેશાના મિત્ર હોતા નથી અને ક્યારેય હંમેશના દુશ્મન પણ હોતા નથી. આ સગવડી નીતિ છે. અહીં નેતાઓ જરૂર પડે ત્યારે મિત્ર અને જરૂર પડે ત્યારે દુશ્મન બની જતા હોય છે. વિરોધી પાર્ટીમાં રહીને ય બે નેતાઓ મિત્ર હોય છે અને એક જ પાર્ટીમાં રહીને ય એકમેકના વિરોધી હોઇ શકે છે. રાજ્યની વિધાન સભામાં આજે ફરી એક વાર આવું જ કંઇ જોવા મળ્યું. સત્તા પક્ષ અને વિરોધ પક્ષ કબીજા પર આરોપ પ્રત્યારોપ કરતા જોવા મળ્યા. જોકે, એવામાં
જયંત પાટીલના સૂચક નિવેદને રાજ્ય વિધાન સભામાં ચર્ચાનો માર્ગ મોકળો કર્યો અને હવે ફરી એક વાર જયંત પાટીલ અજીતદાદાની પાર્ટીમાં જશે? તેવી ચર્ચા હવે આકાર લેવા લાગી છે. આપણે આ ઘટના વિશે જાણીએ.

રાહુલ નાર્વેકર વિધાનસભાના અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયા છે . આ પ્રસંગે તેમને અભિનંદન પાઠવતો ઠરાવ રજૂ કરાયો હતો. તેમના અભિનંદન ઠરાવ વિશે વાત કરતી વખતે સારી એવી રમૂજ થઈ હતી. આ સમયે જયંત પાટીલ વિધાનસભાના અધ્યક્ષ કેટલા શક્તિશાળી હોય છે અને દરેકે તેમને કેવી રીતે માન આપવું જોઈએ તેની માહિતી આપી રહ્યા હતા. તેના માટે તેમણે 1990નો એક કિસ્સો કહ્યો. મધુકર ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ હતા. જયંત પાટીલે કહ્યું કે હું 90માં પ્રથમ વખત પ્રમુખ બન્યો હતો. અજિતદાદાએ તેમની ભૂલ સુધારતા કહ્યું કે, ,પ્રમુખ નહીં, વિધાન સભ્ય બોલો, એ પછી જયંત પાટીલે તરત જ વાક્ય સુધારી લીધું. હું પહેલીવાર વિધાન સભ્ય બન્યો છું, એમ જણાવતા જયંત પાટીલે કહ્યું કે જુઓ અજિત દાદાનું મારા પર કેટલું ધ્યાન છે.

આ પણ વાંચો : અમિત શાહ આજે મુંબઇ આવશે, મુખ્ય પ્રધાનની જાહેરાત કરશે

અજિત દાદા પણ કંઇ ગાંજ્યા જાય એમ નહોતા. તેમણે તરત જ જવાબ આપતા સવાલ કર્યો કે, મારું તો ધ્યાન છે. તમે ક્યારે જવાબ આપો છો? એના જવાબમાં જયંત પાટિલે જણાવ્યું હતું કે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાશે. તેમનું આ નિવેદન ઘણું જ સૂચક હતું. તેમનો જવાબ સાંભળી બધા જ હસી પડ્યા હતા. જયંત પાટીલના મનમાં શું છે? તેવી ચર્ચા હવે આકાર લેવા લાગી છે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button