સમાજવાદી પાર્ટીએ મહા વિકાસ આઘાડીને આપ્યું અલ્ટિમેટમઃ 5 સીટ આપો નહીં તો…
મુંબઈઃ મહારાષ્ટ્રમાં એક બાજુ મહા વિકાસ આઘાડી (એમવીએ)એ 85-85 સીટ પર લડવાની જાહેરાત કરી છે, ત્યારે નાની નાની પાર્ટીઓએ ગઠબંધન સામે બાંયો ચડાવવાનું શરુ કર્યું છે. સમાજવાદી પાર્ટી (સપા)એ એમવીએમ (ઉદ્ધવ ઠાકરે જૂથ-યુબીટી, કોંગ્રેસ, એનસીપી-એસપી)ને અલ્ટિમેટમ આપી દીધું છે. સમાજવાદી પાર્ટીએ એમવીએને એક દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે, જેમાં સમાજવાદી પાર્ટી પાંચ બેઠકની ડિમાન્ડ કરી છે, જ્યારે જો એમ થયું નહીં તો ઈન્ડિ ગઠબંધનમાંથી 25 બેઠક પર ઉમેદવારને ઉતારવાની પણ ચેતવણી આપી છે.
મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અબુ અસીમ આઝમીએ આજે શરદ પવાર સાથે મીટિંગ કરી હતી. શરદ પવાર સાથેની બેઠકમાં પાંચ સીટ માગી હતી અને શનિવાર સુધી ડેડલાઈન પણ આપી છે. બેઠક અંગે માહિતી આપતા આઝમીએ કહ્યું હતું કે મેં પાંચ સીટ માગી છે, જેમાં ભિવંડી પૂર્વ અને માનખુર્દ સહિત ત્રણ અન્ય સીટ માગી છે. આ ત્રણ સીટમાં ભિવંડી પશ્ચિમ, માલેગાંવ અને ધુળેનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : Assembly Election Special: મળી લો રાજકીય નેપોટિઝમનાં ફરજંદોને…
અમે આવતીકાલે બપોર સુધી રાહ જોઈશું, ત્યાર બાદ અમે અમારો નિર્ણય લઈશું. અમે 25 ઉમેદવારની જાહેરાત કરીશું. અખિલેશ યાદવે અમને કહ્યું છે કે મહારાષ્ટ્રમાં પોતે નિર્ણય લેશે. નવાબ મલિક ઈચ્છે તો મારી સામે માનખુર્દ-શિવાજી નગરમાં ચૂંટણી લડી શકે છે. જો તમે લઘુમતીઓને પ્રતિનિધિત્વ આપશો નહીં તો તેઓ ચૂંટણી લડશે અને તમારી પાસે વધુ હરિયાણાનું પુનરાવર્તન થશે, એવી તેમણે ચીમકી આપી હતી.
અગાઉ સમાજદવાદી પાર્ટીના પ્રમુખ અને સાંસદ અખિલેશ યાદવે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ભાજપ હારશે. ભાજપનું ગઠબંધન હારશે અને સૌથી મોટી હાર થશે. અહીં એ જણાવવાનું કે બુધવારે મહાવિકાસ આઘાડીએ સંયુક્ત કોન્ફરન્સ યોજીને 85-85 સીટ શેરિંગની જાહેરાત કરી હતી. આમ છતાં ફાઈનલ સીટ શેરિંગ માટે ચર્ચા-વિચારણા પછી જાહેરાત કરવામાં આવશે.