મહારાષ્ટ્રમાં મતદાનની ટકાવારી વધવાથી કોને ફાયદો થશે? દેવેન્દ્ર ફડણવીસે કર્યો મોટો દાવો…
મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાન સભાની કુલ 288 બેઠકો માટેનું મતદાન પૂરું થઇ ગયું છે. એક્ઝિટ પોલ પણ આવી ગયા છે. રાજ્યમાં સરેરાશ 58.57 ટકા મતદાન નોંધાયું છે. મતદાનની ટકાવારી વધી છે. હવે ભાજપના નેતા અને રાજ્યના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે મતદાનની ટકાવારી અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું છે કે મતદાનની ટકાવારી વધવાનો ફાયદો મહાયુતિ અને ભાજપને જ મળશે.
આ પણ વાંચો : શિંદે, ઠાકરે, ફડણવીસ કે પવાર, સીએમની પહેલી પસંદ કોણ? એક્ઝિટ પોલ્સ ચોંકી ગયા…
ડે. સી એમ ફડણવીસે જણાવ્યું હતું કે જ્યારે જ્યારે રાજ્યમાં મતદાનની ટકાવારી વધે છે ત્યારે ભાજપને હંમેશા ફાયદો થાય છે. આ વખતની ચૂંટણીમાં પણ રાજ્યમાં મતદાનની ટકાવારી વધી છે, તેથી મારું એવું માનવું છે કે આનો ફાયદો ભાજપને અને મહાયુતિને થશે.
ઉલ્લેખનીય છે કે મોટા ભાગના એક્ઝિટ પોલમાં મહાયુતિની સરકાર બનતી જણાવવામાં આવી છે તો કેટલાક એક્ઝિટ પોલમાં મહા વિકાસ આઘાડીની સરકાર બનતી જણાવવામાં આવી છે.
આ ચૂંટણીમાં મહાયુતિ (M) અને મહાવિકાસ આઘાડી (M)એ જે રીતે જોરશોરથી પ્રચાર કર્યો હતો, તેની અસર મતદાનમાં પણ જોવા મળી હતી. બંને પક્ષોના મતદારો ઘરની બહાર નીકળ્યા હતા. 2024ની વિધાનસભાની ચૂંટણીમાં બમ્પર વોટિંગને કારણે રાજ્યની 100 વિધાનસભા બેઠકો પર નજીકના મુકાબલાની શક્યતા છે. મહારાષ્ટ્રના મતદારોએ લોકસભા ચૂંટણીમાં પણ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. 1995 માં પણ, રાજ્યમાં રેકોર્ડ 71.69 ટકા મતદાન થયું હતું, જ્યારે મહારાષ્ટ્રમાં પ્રથમ વખત બિન-કોંગ્રેસી શિવસેના-ભાજપ ગઠબંધનની સરકાર બની હતી.
આ પણ વાંચો : Maharashtra Election 2024: પુણે જિલ્લામાં કોનું પ્રભુત્વ?
સરકાર કોની બનશે એ તો ચૂંટણીના પરિણામો આવશે ત્યારે જ ખબર પડશે. જોકે, એક વાત તો ચોક્કસ છે કે આ વખતે મહાયુતિ અને મહાગઠબંધનમાં હરિફાઇ ઘણી તીવ્ર છે.