આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર વિધાનસભાએ 33.7 હજાર કરોડ રૂપિયાની પૂરક માંગણીઓ મંજૂર કરી: લાડકી બહેન યોજના માટે 1.4 હજાર કરોડ રૂપિયા…

નાગપુર: મહારાષ્ટ્ર વિધાનસભાએ શુક્રવારે 33,788.40 કરોડ રૂપિયાની પૂરક માંગણીઓને મંજૂરી આપી હતી, જેમાં રાજ્ય સરકારની મુખ્ય યોજના ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના’ માટે 1400 કરોડ રૂપિયાની જોગવાઈનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : ચૂંટણી જીતવા નિયમોનું ઉલ્લંઘન કર્યું, નીતિન ગડકરીને હાઇ કોર્ટની નોટિસ

સોમવારે રાજ્યના કેબિનેટ કક્ષાના પ્રધાન ઉદય સામંત દ્વારા વિધાનસભામાં રજૂ કરાયેલી પૂરક માંગણીઓ ચર્ચા પછી નીચલા ગૃહમાં પસાર કરવામાં આવી હતી.

ગયા બજેટમાં, રાજ્ય સરકારે લાડકી બહેન યોજના માટે 46,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી, જેના હેઠળ 2.5 લાખ રૂપિયાથી ઓછી વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતી રાજ્યની 2.5 કરોડથી વધુ મહિલાઓને માસિક સહાય તરીકે 1500 રૂપિયા આપવામાં આવે છે.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં જ કહ્યું હતું કે આ માસિક સહાય બજેટ પછી વધારીને 2100 રૂપિયા કરવામાં આવશે.

પૂરક માંગણીઓમાં સિંધુદુર્ગ જિલ્લાના માલવણમાં આવેલા રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના નિર્માણ માટે 36 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

પાત્ર સાકરની સહકારી ફેક્ટરીઓને માર્જિન મની લોન આપવા માટે 1,204 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
રાજ્ય સરકારની ‘મુખ્યમંત્રી બલિરાજા યોજના’ જેના હેઠળ ખેડૂતોને મફત વીજળી મળે છે, તેને માટે 3050 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

જાહેર બાંધકામ વિભાગ (પીડબ્લ્યુડી) ને 7490 કરોડ રૂપિયા, ઉદ્યોગ, ઊર્જા અને શ્રમ વિભાગ માટે 4112 કરોડ રૂપિયા, જ્યારે નગર વિકાસ વિભાગને 2774 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

ગ્રામીણ વિકાસ વિભાગ માટે 2007 કરોડ રૂપિયા, જ્યારે આદિજાતિ વિકાસ વિભાગને 1830 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

આ પણ વાંચો : દક્ષિણ મુંબઈના ત્રણ મોકાના પ્લોટ માટે પાલિકા ફરી ટેન્ડર બહાર પાડશે

પૂરક માંગણીઓમાં બજેટ ફાળવણી પછી વધેલા ખર્ચ માટે સરકાર દ્વારા માગવામાં આવતા વધારાના ભંડોળનો સમાવેશ થાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button