આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં ચોવીસ કલાક રેતીના પરિવહનની મંજૂરી આપવામાં આવશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્રમાં રેતી પરિવહનને ફક્ત દિવસ દરમિયાન નહીં ‘24 બાય 7’ મંજૂરી આપવામાં આવશે, એવી જાહેરાત રાજ્ય સરકારે ગુરુવારે કરી હતી અને ઉમેર્યું હતું કે આ નિર્ણયથી ગેરકાયદે રેતી પરિવહન પર અંકુશ આવશે.

રાજ્યના મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ વિધાનસભામાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારી આવાસ યોજનાઓના લાભાર્થીઓને ચોક્કસ માત્રામાં રેતી મફતમાં મળશે. અગાઉ, રેતી પરિવહનને ફક્ત સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા દરમિયાન જ મંજૂરી આપવામાં આવતી હતી.

આપણ વાંચો: ગેરકાયદેસર રેતી ખનન પર રોક લગાવવા મહારાષ્ટ્ર સરકાર ડ્રોન આધારિત સર્વેક્ષણ

‘રેતી ખોદકામને ફક્ત સવારે 6થી સાંજે 6 વાગ્યા દરમિયાન જ મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ (ખાણિયો) રાત્રે રેતી પરિવહન કરવામાં અસમર્થ હોવાને કારણે, ક્ષમતાનો ઓછો ઉપયોગ થાય છે અને તે ગેરકાયદે પરિવહનને પ્રોત્સાહન આપે છે. મહાખનીજ પોર્ટલ હવે 24 કલાક ઇ-ટીપી (પરિવહન પરમિટ) બનાવવાની સુવિધા આપશે,’ એમ ભાજપના પ્રધાને વિધાન સભાના ગૃહમાં જણાવ્યું હતું.

બાવનકુળેએ વધુમાં જણાવ્યું હતું કે, બધા રેતી ડેપો ‘ભૌગોલિક વાડ’વાળા હશે, આ ડેપો પર અને પરિવહન માર્ગો પર સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવશે અને રેતી પરિવહન કરનારા તમામ વાહનોમાં જીપીએસ ઉપકરણો ફરજિયાત રહેશે.

કુદરતી રેતીની મર્યાદિત ઉપલબ્ધતાને ધ્યાનમાં લેતા, પ્રધાને કૃત્રિમ રેતી (એમ-રેતી) માટે એક નીતિની પણ જાહેરાત કરી હતી. દરેક જિલ્લામાં પચાસ ક્રશર યુનિટ હશે જેમાં દરેક માટે પાંચ એકર જમીન ફાળવવામાં આવશે. સરકાર આગામી ત્રણ મહિનામાં આવા 1,000 યુનિટ કાર્યરત કરવાનું લક્ષ્ય રાખે છે, એમ તેમણે જણાવ્યું હતું.

આપણ વાંચો: બાંધકામ ક્ષેત્રમાં કૃત્રિમ રેતીને પ્રોત્સાહન આપવાની નીતિને કેબિનેટની મંજૂરી

રાજ્ય આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને પાંચ બ્રાસ રેતી મફતમાં મળશે, એમ તેમણે જણાવ્યું હતું. ‘જોકે 10 જૂનથી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ના નિર્દેશોને કારણે કેટલીક (રેતી ખાણકામ) સાઇટ્સ પર પ્રતિબંધોનો સામનો કરવો પડે છે, પરંતુ પર્યાવરણની મંજૂરીની જરૂર ન હોય તેવા સ્થળોએથી રેતીનો પુરવઠો કોઈપણ વિક્ષેપ વિના ચાલુ રહેશે,’ એમ તેમણે કહ્યું હતું.

ચંદ્રપુર જિલ્લામાં નવી રેતી નીતિ હેઠળ બહાર પાડવામાં આવેલા પહેલા જ ટેન્ડરમાં રાજ્યને 100 કરોડ રૂપિયાની રોયલ્ટી મળી હતી, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે નવી નીતિ રાજ્યની મહેસૂલી આવકમાં નોંધપાત્ર યોગદાન આપશે.

‘અમે (નવી રેતી) નીતિ પર કોઈપણ સમયે ચર્ચા માટે ખુલ્લા છીએ. તેને અંતિમ સ્વરૂપ આપતા પહેલા 1,200થી વધુ જાહેર સૂચનો પર વિચારણા કરવામાં આવી હતી,’ એમ મહેસૂલ પ્રધાને ગૃહને જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button