આમચી મુંબઈ
Mumbai CNG price: મુંબઈમાં CNGના ભાવમાં ઘટાડો, MGLએ એક કિલો આટલા રૂપિયાનો ઘટાડો કર્યો

મુંબઈ: વધતી મોંઘવારી વચ્ચે મુંબઈકરોને આંશિક રાહત મળી છે. મુંબઈમાં CNGના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. મહાનગર ગેસ લિમિટેડ (MGL) એ CNG ગેસના ભાવમાં પ્રતિ કિલોએ 2.5 રૂપિયાનો ઘટાડો કર્યો છે. હવે મુંબઈમાં એક કિલો CNGની કિંમત 73.50 રૂપિયા થશે.
મહાનગર ગેસ લિમિટેડ (MGL) એ મંગળવારે મુંબઈ અને મેટ્રોપોલિટન ક્ષેત્ર માટે CNGના ભાવમાં ઘટાડો કર્યો છે. કંપનીએ CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ. 2.5નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ ઘટાડો 5/6 માર્ચની મધરાતથી લાગુ થઇ ગયો છે. નવા ભાવ પ્રમાણે હવે એક કિલો સીએનજી માટે માત્ર 73.40 રૂપિયા ચૂકવવા પડશે.
ઘટાડા બાદ સામાન્ય લોકો માટે બચત થશે. પેટ્રોલની સરખામણીમાં CNG પર 53 ટકા અને ડીઝલની સરખામણીમાં 22 ટકા બચત થઈ શકે છે.