આમચી મુંબઈ

લોકસભા ચૂંટણી માટે `મહામંથન’

અમિત શાહે દેવેન્દ્ર ફડણવીસ સાથે ચોંકાવનારાં નામોની ચર્ચા કરી કીર્તિકરની સીટ પર માધુરી દીક્ષિતનું નામ

મુંબઈ/પુણે: લોકસભા ચૂંટણી 2024ને હવે થોડા મહિના જ બાકી છે. દેશભરમાં લોકસભાની ચૂંટણીનું બ્યૂંગલ ફૂંકાવા લાગ્યું છે. એનડીએ' અનેઇન્ડિયા’ ગઠબંધનની બેઠકો ચાલી રહી છે. દેશના અનેક સ્થળોએ લોકસભા સીટ પર ઉમેદવારોની ચકાસણી શરૂ થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીએ આમાં આગેવાની લીધી છે. ભાજપ આગામી લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાંથી કેટલાક આશ્ચર્યજનક નામો પર વિચાર કરી રહી છે. વાસ્તવમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગણપતિ બાપ્પાના દર્શન કરવા માટે મુંબઈના પ્રવાસે આવ્યા હતા. અમિત શાહ અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે બે ગુપ્ત મુલાકાત થઈ હતી. ઉતર- પશ્ચિમ સીટ પર શિંદે સાથે મળીને ભાજપ કોઇ ફિલ્મ સ્ટારને ઉતારશે. સુત્રો અનુસાર આ સીટ પર માધુરી દિક્ષિતનું નામ ચર્ચામાં છે.આ બેઠકમાં લોકસભાના ઉમેદવારોના નામ પર ચર્ચા થઈ હોવાનું વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું
છે. તેમાં જળગાંવ લોકસભા મતવિસ્તારમાંથી ઉજ્જવલ નિકમ, ધુળે લોકસભા મતવિસ્તારમાંથી પ્રતાપ દિધાવકર, મુંબઈની બેઠક માટે માધુરી દીક્ષિત અને પુણે લોકસભા મતવિસ્તારમાંથી સુનિલ દેવધરના નામ સામેલ છે.

સૂત્રોએ અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચેની ચર્ચાની માહિતી આપી છે. આ દરમિયાન સુનીલ દેવધરને પુણેથી લોકસભાની ચૂંટણી લડવાનો સીધો આદેશ દિલ્હીથી મળ્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રતાપરાવ દિઘાવકર એ શરતે ભાજપમાં જોડાયા હતા કે તેઓ લોકસભાની ચૂંટણી લડશે અને ભાજપે તેમને ધુળે લોકસભા મતવિસ્તારમાંથી મેદાનમાં ઉતારવાની તૈયારી કરી લીધી છે.

2019માં ભાજપે જલગાંવના સાંસદ ટી પાટીલની ટિકિટ કાપીને કરીને ઉન્મેશ પાટીલને મોટી જવાબદારી સોંપી હતી, પરંતુ હવે 2024માં ભાજપ આ બેઠક પર મોટો ફેરફાર કરી રહી છે. ભાજપ દ્વારા વરિષ્ઠ ન્યાયશાસ્ત્રી ઉજ્જવલ નિકમનાં નામ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આથી અમિત શાહની મુંબઈ મુલાકાત અને કેટલાક ચોંકાવનારાં નામો પર ચર્ચા અને તપાસ આગામી દિવસોમાં રાજ્યના રાજકારણમાં ગરમાય તેવી શક્યતા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button