loksabha સંગ્રામ 2024આમચી મુંબઈમહારાષ્ટ્ર

ઈલેક્શન સ્પેશિયલ 2: હિંગણા બેઠક માટે એમવીએમાં ખેંચાખેંચી, ભાજપે કર્યો આ દાવો…

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઈ રાજ્યની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ 99 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા પછી ભાજપના ઘણા ઉમેદવારોનું કહેવું છે કે જો ભૂલથી પણ મહાવિકાસ આઘાડી (એમવીએ)ની સરકાર આવશે તો તમામ વિકાસના કામો બંધ થઈ જશે. આ સંદર્ભમાં, ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ત્રીજી વખત નાગપુર હિંગણા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ઉમેદવાર સમીર મેઘેએ કહ્યું હતું કે મહાવિકાસ આઘાડીમાં ખેંચાખેંચી હોવાને કારણે ગઠબંધન ઉમેદવાર જાહેર કરી રહ્યું નથી.

આ પણ વાંચો : ઈલેક્શન સ્પેશ્યિલઃ યુગેન્દ્ર પવાર કાકા અજિત પવાર સામે ચૂંટણી લડશે?

સમીર મેઘેએ કહ્યું કે જ્યારે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં મહાવિકાસ આઘાડીની સરકાર બની ત્યારે દેવેન્દ્ર ફડણવીસ દ્વારા પોતાના મતવિસ્તારમાં થયેલા તમામ વિકાસ સંબંધિત કાર્યોને ઉદ્ધવ ઠાકરેની સરકારે અટકાવ્યા હતા, જેથી તેમણે કોર્ટનો આશરો લેવો પડ્યો હતો.

હિંગણા વિધાનસભા મતવિસ્તારમાંથી હેટ્રિકની આશા રાખી રહેલા ભાજપના ઉમેદવાર સમીર મેઘેએ જણાવ્યું હતું કે તમામ વિધાનસભ્યોને ડર છે કે ભૂલથી પણ જો મહાવિકાસ આઘાડીની સરકાર સત્તામાં આવી જશે તો લાડલીબહેન યોજનાની સાથે જે તમામ વિકાસ કામો શરૂ કરવામાં આવ્યા છે તે બંધ કરવામાં આવશે. મેઘેએ વધુમાં કહ્યું કે હિંગણા વિધાનસભા બેઠક પરથી એનસીપી શરદ પવાર અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે.

એનસીપીના પ્રમુખ શરદ પવાર આ સીટની માંગ કરી રહી છે અને કોંગ્રેસ પણ આ સીટ પર દાવો કરી રહી છે. વધુમાં દાવો કર્યો હતો કે બંને પક્ષોને અહીંથી ચૂંટણી લડવા માટે ઉમેદવારો નથી મળી રહ્યા. આ મહા વિકાસ આઘાડી નહીં, પરંતુ એક મહા બકવાસ ગઠબંધન છે, બધાની દિશા અલગ છે, બધાની અલગ અલગ વિચારધારા છે, તેઓ સત્તા માટે એકઠા થયા છે.

આ પણ વાંચો : તો.. તો હવે ઉદ્ધવ ઠાકરેના પિતરાઇ ભાઇ રાજ ઠાકરે સાથેના સંબંધો સુધરી જશે….!

તમને જણાવી દઈએ કે શરદ પવારની પાર્ટી છેલ્લા બે વખતથી હિંગણા સીટ પરથી ચૂંટણી લડી રહી છે, પરંતુ આ વખતે કોંગ્રેસે આ સીટ પર દાવો કરી રહી છે, કોંગ્રેસ કોઈ પણ સંજોગોમાં આ સીટ છોડવા માંગતી નથી. આને લઈને બંને પક્ષો વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે. આ અંગે ભાજપના ઉમેદવારો અને કાર્યકરોનું કહેવું છે કે હિંગણા તેમ જ વિદર્ભના અનેક સ્થળોએ કોંગ્રેસ અને એનસીપીને ભારતીય જનતા પાર્ટી સામે ચૂંટણી લડવા માટે ઉમેદવારો મળી રહ્યા નથી.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker