તહેવારોમાં ST Bus ગાયબ: સરકારી કામમાં બસને લેવામાં આવતા પ્રવાસીઓને હાલાકી
મુંબઇઃ તાજેતરમાં એસટી નિગમને સરકારી પ્રચાર તંત્ર સાથે જોડી દેવાની નવી પ્રથા ફેલાઈ છે. હાલમાં જ જળગાંવમાં સરકારી યોજના ‘લાડલી બહેના’ની પ્રવૃતિ માટે એસટી નિગમની બસોની સેવા લેવામાં આવી હતી.
હવે રાષ્ટ્રપતિની હાજરીમાં કોલ્હાપુરના વરણાનગરમાં યોજાનારી મહિલા સભા માટે રાજ્ય સરકારે એસટી નિગમ પાસે 500 બસોની માંગણી કરી છે. વર્ણા નગરના શિવનેરી ક્રીડાગણમાં યોજાયેલા રાષ્ટ્રપતિનાં કાર્યક્રમમાં લગભગ 50,000 આસપાસ મહિલાઓએ હાજરી આપી હતી. તહેવાર ટાણે જ આટલી મોટી સંખ્યામાં બસો લોકો માટે નહીં હોવાથી કોલ્હાપુર અને સાંગલીના મુસાફરોને અસુવિધા થઇ હતી.
કોલ્હાપુર, સાંગલીના મુસાફરોને આજે એસટી બસ વિના ખાનગી વાહનોના ભરોસે રહેવાનો વારો આવ્યો છે. શાળાએ જતા બાળકો સહિત અનેક લોકોને અઠવાડિયાના પ્રથમ દિવસે ખાનગી વાહનવ્યવહાર પર અવલંબિત રહેવું પડ્યું છે. તહેવાર ટાણે જ બસ સુવિધા ઉપલબ્ધ નહીં રહેતા લોકોને ટૂરિસ્ટ કારોનો સહારો લેવો પડ્યો છે. હાલમાં કોંકણમાં કારની ભારે માંગ વર્તાઇ રહી છે.
મહારાષ્ટ્રના મહત્વના તહેવાર એવા ગણેશોત્સવ આડે હવે માંડ ગણતરીના દિવસો બાકી છે અને લોકો બાપ્પાના આગમનને વધાવવાની તૈયારીમાં પડ્યા છે. લોકો રેલ, રોડ માર્ગે પોતાના ગામમાં જઇ બાપ્પાના તહેવારની ઉજવણી કરતા હોય છે. આ સમયે રાજ્ય પરિવહનની બસોમાં ચિક્કાર ગરદી જોવા મળતી હોય છે. રાજ્ય પરિવહનની એસટી નિગમ પેસેન્જર સેવાઓ આપે છે, એવામાં રાજ્ય પરિવહનની બસોને સરકારી સેવામાં લગાવી દેવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
Also Read –