આમચી મુંબઈ

Maha. CM, Dy. CM જે Vintage Carમાં જોવા મળ્યા એના રજિસ્ટ્રેશન નંબરને લઈને ચોંકાવનારો ખુલાસો…

મુંબઈઃ આ અઠવાડિયાની શરૂઆતમાં જ મુંબઈના કોસ્ટલ રોડ (Coastal Road)નું નિરીક્ષણ કરવા નીકળેલાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (CM Eknath Shinde), નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (Dy.CM Devendra Fadanvis), નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર (Dy. Ajit Pawar) જે વિન્ટેજ કાર(Vintage Car)માં જોવા મળ્યા હતા એ કારને લઈને હવે ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે.

આ પણ વાંચો: મુંબઈ કોસ્ટલ રોડ ટનલમાં લીક, એક્શનમાં આવ્યા સીએમ શિંદે

આ કારના રજિસ્ટ્રેશન નંબર (Registarion Number)ને લઈને હવે એવી માહિતી જાણવા રહી છે કે આ મહાનુભાવો જે વિન્ટેજ રોલ્ય રોયસ કારમાં પ્રવાસ કરી રહ્યા હતા એની ઉપર એક ટ્રકનો રજિસ્ટ્રેશન નંબર જોવા મળ્યો હતો એ કોઈ ટ્રકનો રજિસ્ટ્રેશન નંબર હોવાનું ઓફિશિયલ રેકોર્ડ પરથી જાણવા મળી રહ્યું છે. શિંદે ખુદ પરિવહન વિભાગ સંભાળે છે અને એમની સાથે બંને નાયબ મુખ્ય પ્રધાન ફડણવીસ અને પવાર 1930ની રોલ્સ રોયસમાં સવાર હતા. આ વિન્ટેજ કાર રેમન્ડ ગ્રુપના અધ્યક્ષ ગૌતમ સિંઘાનિયા (Raymond Group’s Gautam Singhania)ની હતી.

સામેવાળી ક્રોમ ક્લેડિંગવાળી ચમકદાર કાળા રંગની રોલ્સ રોયસ પર લાઈસન્સ પ્લેટ નંબર MHO4 JU4733 હતી અને એવું જાણવા મળ્યું હતું નંબર લખનાર વ્યક્તિએ એક અક્ષર ખોટો લખી હતો. કેન્દ્રિય રસ્તા પરિવહન મંત્રાલયના ઓનલાઈન વાહન ડેટાબેસ અનુસાર MHO4 JU4733 એક આયશર ટ્રકનો નંબર છે અને આ નંબર થાણેના એક રહેવાસીના નામ પર રજિસ્ટર્ડ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રોલ્સ રોયસનો સાચો રજિસ્ટર્ડ નંબર MHO4 JV4733 છે.

આ પણ વાંચો: છોડી જનારાને પાછા લેવામાં આવશે નહીં: ઉદ્ધવ ઠાકરે

થાણેના આરટીઓના રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર હેમાંગિની પાટિલે આ બાબતે એવું જણાવ્યું હતું કે તે કોઈ પણ જવાબ આપતા પહેલાં હકીકત જાણશે અને ત્યાર બાદ જ કોઈ પણ ટિપ્પણી આપશે. રેમન્ડ ગ્રુપના સ્પોક્સ પર્સને પણ આ બાબતે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યું હતું.

સિંઘાનિયા 10મી જૂનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે કોસ્ટલ રોડના બીજા તબક્કાના ઉદ્ઘટાન પ્રસંગે માનનીય મુખ્ય પ્રધાન @mieknathshinde અને માનનીય @dev_fadnavisને મારા વિન્ટેજ કાર કલેક્શનમાંથી 1930માં બનાવવામાં આવેલી રોલ્સ રોયસ 20/25 ક્રેબ્રિયોલેટ આપવું એ મારા માટે સન્માનની વાત હતી. હું પણ અન્ય મુંબઈગરાની જેમ જ વર્લીની મરીન ડ્રાઈવથી જોડનારા આ રસ્તા પર કાર ચલાવવા માટે ઉત્સુક છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વૃદ્ધ થતાં આવા દેખાશે આ Bollywood Celebs, Salman Khanને જોઈને તો… Shloka Mehtaનો એ ખાસ ડ્રેસ કે જેનું સુશાંત સિંહ રાજપૂત સાથે છે કનેક્શન… સોનાક્ષી- ઝહિર પહેલા આ ફિલ્મ સ્ટાર્સ કરી ચૂક્યા છે inter caste marriage વડા પાવ વેચીને બની ગઈ સ્ટાર, એક દિવસની કમાણી જાણશો તો…