આમચી મુંબઈ

હાઇવે પર અકસ્માતમાં ઘવાયેલા ડ્રાઇવરને 23.27 લાખનું વળતર ચૂકવવાનો આદેશ…

થાણે: થાણેમાં મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) 2012માં મુંબઈ-અમદાવાદ હાઇવે અકસ્માતમાં ઘવાયેલા 47 વર્ષના ડ્રાઇવરને 23.27 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

એમએસીટીના સભ્ય આર.વી. મોહિતેએ વીમા કંપની ન્યૂ ઇન્ડિયા એશ્યુરન્સ કંપની લિમિટેડને પ્રથમ તબક્કે વાર્ષિક નવ ટકા વ્યાજ સાથે વળતર ચૂકવવાના નિર્દેશ આપ્યા હતા અને અકસ્માતમાં સામેલ ક્ધટેઇનર ટ્રકના માલિક પાસેથી સંપૂર્ણ રૂપિયા વસૂલવાનો અધિકાર આપ્યો હતો.

ટ્રેઇલરના ડ્રાઇવર ગુલહસન ઇકબાલુદ્દીન ખાને ગોલ્ડન કેરિંગ કોર્પોરેશન અને વીમા કંપની વિરુદ્ધ દાવો દાખલ કર્યો હતો.
પાલઘર જિલ્લામાં મનોર ગામ ખાતે 6 મે, 2021ના રોજ આ અકસ્માત થયો હતો. ગુલહસનનું ટ્રેઇલર ઝડપથી વળાંક લઇ રહેલી ક્ધટેઇનર ટ્રક સાથે અથડાયું હતું અને કોઇ પણ સંકેત આપ્યા વિના તેને થોભાવ્યું હતું.

ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે બંને ડ્રાઇવરની બેદરકારીને કારણે અકસ્માત થયો હતો અને નોંધ્યું હતું કે ક્ધટેઇનર ટ્રકના ડ્રાઇવરે વળાંક લેતી વખતે અચાનક બ્રેક મારી હતી. આમ ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો હતો.

રોડ રેગ્યુલેશન્સ, 1989ના નિયમોનો ઉલ્લેખ કરીને ટ્રિબ્યુનલે અવલોકન કર્યું હતું કે દાવેદાર અથડામણ ટાળવા માટે આગળના વાહનથી પૂરતું અંતર જાળવવામાં નિષ્ફળ ગયો હતો. દાવેદારને અનેક ફ્રેક્ચર થયા હતા, જેમાં ડોક્ટરે તેની કાયમી આંશિક અપંગતા 58 ટકા અને કાર્ય ન કરી શકે એવી અપંગતા 100 ટકા હોવાનું મૂલ્યાંકન કર્યું હતું. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button