આમચી મુંબઈમહારાષ્ટ્ર

Mumbaiમાં Dream Home ખરીદવાનું વિચારી રહ્યા છો? પહેલાં આ વાંચી લો…

સપનાનું ઘર ખરીદવાનું બન્યું અઘરું, પ્રોપર્ટીની કિંમતમાં થયો વધારો…

મુંબઈઃ મુંબઈમાં ઘર ખરીદવું એ દિવસે દિવસે અઘરું થઈ રહ્યું છે. બિઝનેસમેન હોય કે શ્રીમંતો હોય કે પછી નોકરી કરી રહેલો આમ આદમી હોય. દરેક જણ પોતાની યથાશક્તિ પ્રોપર્ટી ખરીદવાનો પ્રયાસ કરે છે પણ હવે માયાનગરી મુંબઈમાં ઘર ખરીદવાનું સપનામાં વિચારવાનું પણ અઘરું બની જશે અને આવું થવાનું કારણ એટલે સતત વધી રહેલી ઘરની કિંમતો…

Mumbai Real Estate Marketમાં આવેલી તેજીને કારણે હવે શહેરમાં ઘર બાંધવાની પ્રક્રિયામાં ઓછામાં ઓછો છ ટકાનો ભાવવધારાની અપેક્ષા વ્યક્ત કરાઈ રહી છે. બાંધકામ ક્ષેત્રમાં સક્રિય એક કંપની દ્વારા આ અંગેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે અને એમાં આ માહિતી આપવામાં આવી હતી.

કન્સ્ટ્રક્શન કામ માટે મહત્ત્વના સિમેન્ટ, રેતી, ઈંટ જેવી વિવિધ સામગ્રીના ભાવમાં પણ વૃદ્ધિ જોવા મળી રહી છે. આ સિવાય મજૂરીમાં વૃદ્ધિ થઈ હોઈ ઘર બાંધવાનું પણ મોંઘુ થઈ રહ્યું છે. રો મટિરિયલ્સની કિંમતમાં સતત થઈ રહેલાં વધારાને કારણે એની અસર ઘરની કિંમત પર પણ જોવા મળશે, એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

આપણ વાંચો: Mumbai-Pune Express way પર પ્રવાસ કરો છો? તો પહેલાં આ જાણી લો…

આ અહેવાલમાં 2023ના વર્ષમાં મુંબઈ શહેર અને તેની આસપાસમાં દોઢ લાખ પ્રોપર્ટીનું વેચાણ થયું હતું અને એમાં 80 ટકા પ્રોપર્ટી રેસિડેન્શિયલ હોઈ બાકીની 20 ટકા પ્રોપર્ટી કમર્શિયલ હોવાની માહિતી મળી રહી છે. દરમિયાન વેચાયેલી રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં પાંચ કરોડ રૂપિયા કે એથી વધુ કિંમત હોય એવા ઘરનું પ્રમાણ 15 હોવાનું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.

એક તરફ ઘર બાંધવાનું મોંઘુ થઈ રહ્યું હોઈ આ જ સેક્ટરને કારણે અનેક લોકોને નોકરી પણ મળી છે. ગયા નાણાંકીય વર્ષની વાત કરીએ તો દેશના કુલ કન્સ્ટ્રક્શન સેક્ટરમાં 7 કરોડ 10 લાખથી વધુ લોકોને નોકરી મળી હતી. બાંધકામ ક્ષેત્ર એક તરફ અનેક લોકોને આર્થિક સ્વાયત્તા આપી હોવા છતાં પણ મુંબઈના ઘરની કિંમતમાં વધારો થયો હોવાને કારણે ઘર ખરીદવાના સ્વપ્નને સ્વપ્ન જ રહે એવું માની લેવામાં કંઈ જ ખોટું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button